GSTV

VIDOE: નાળિયેરની અછત સર્જાતાં પ્રધાને નાળિયેર પર ચડીને કરીને પ્રેસ કોન્ફરન્સ, વીડિયો થયો છે વાયરલ

શ્રીલંકામાં આ સમયે નાળિયેરની ભયાનક અછત છે, આ દેશમાં જ્યાં દર વર્ષે 300 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે, પરંતું આ વર્ષે ઉત્પાદન ઘટ્યું છે, અને દેશમાં હાલ 70 કરોડ નાળિયેરની અછત વર્તાઇ રહી છે, કોરોના કાળમાં આ બાબત પર ધ્યાન દોરવા માટે શ્રીલંકાનાં એક પ્રધાને નાળિયેરી પર ચઢીને પ્રેસ કોન્ફરન્સ યોજી.

વિડિયો ખુબ જ વાયરલ

દેશનાં રાજ્ય પ્રધાન અરૂંડિકા ફર્નાન્ડો ઝાડ પર ચઢી ગયા ત્યાંથી જ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. સોશિયલ મિડિયા પર આ વિડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં પ્રધાન પોતાના સમર્થકોની સાથે ઝાડ પર ચઢેલા જોવા મળે છે. ક્લિપ્સની મદદથી ઝાડ પર ચઢ્યા, ત્યાર બાદ તેમણે નાળિયેર તોડ્યું અને સ્થાનિક ભાષામાં જ મિડિયાને સંબોધન કર્યું, પ્રધાને કહ્યું કે શ્રીલંકામાં લોકડાઉન દરમિયાન નાળિયેરનો વપરાશ વધી ગયો છે, જેનાથી આ ઘટાડો થયો છે.

નાળિયેરની અછત સર્જાઇ છે

તેમનું કહેવું છે કે સ્થાનિક ઉદ્યોગો અને લોકોનો વપરાશ વધતા આ માંગ વધી છે, જેના પગલે શ્રીલંકામાં નાળિયેરની અછત સર્જાઇ છે, આ ઘટાડો દુર કરવા માટે નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવું જોઇએ, તેના માટે જમીનનાં ખાલી પ્લોટનો ઉપયોગ કરવો જોઇએ.

કિંમતોમાં પણ ઘટાડો થશે

નાળિયેરની અછતને ઘટાડવાની સાથે-સાથે તેની કિંમતોમાં પણ ઘટાડો થશે. તેમણે પાંચ મિનિટ અને 42 સેકન્ડ સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સ યોજી, ફર્નાન્ડોને ઝાડ પર ચઢતા લગભગ 58 સેકન્ડ લાગ્યા. અને તેમને ઉતરતા એક મિનિટ અને 30 સેકન્ડ જેટલો સમય લાગ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રધાન ઝાડ પર તેમની સાથે ખુરશી પણ લઇ ગયા હતાં અને તેના પર બેસીને તેમણે મિડિયાને સંબોધન કર્યું હતું.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!