GSTV

મંત્રી હકુભાના ગોરખધંધાને પ્રમુખ પાટીલનું સમર્થન, ગેંગસ્ટર સાથેના સંબંધોને કારણે ભાજપની ખરડાઈ રહી છે પ્રતિષ્ઠા

જામનગર ઉત્તરના ધારાસભ્ય-અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ઉદ્યોગનો વ્યાપ જામનગર-દ્વારકા જિલ્લામાં સતત વધી રહ્યો છે. પરંતુ ગેંગસ્ટર જયેશ પટેલ સાથેની તેમની સાંઠગાંઠ-લેણદેણના વ્યવહારથી ભાજપની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે અને તે વાત પાર્ટી હાઇકમાન્ડ માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. કોંગ્રેસના પૂર્વ નેતા એવા ધર્મેન્દ્રસિંહ ‘મસલ પાવર’ દ્વારા તેમના પાર પાડવા માટે કુખ્યાત છે.

એટલું જ નહીં ભાજપના જોડાયા બાદ તેમના ઉદ્યોગ-વ્યવસાયનો વ્યાપ દોડવું હતું ને ઢાળ મળ્યો જેમ પૂરપાટ ગતિએ વધી રહ્યો છે. એટલું જ નહીં તેમની ‘પ્રવૃત્તિઓનો વ્યાપ પણ વિસ્તર્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી રિબાડાના અનિરૂદ્ધસિંહ જેવા કદાવર માફિયા-ધારાસભ્ય કાંધલ જાડેજા અને અન્ય સાથે તેમન ઘરોબો ખૂબ જ વધી રહ્યો છે.

જામનગરમાં જાડેજા પરિવારનો દબદબો વધ્યો

જામનગર-દ્વારકા જિલ્લામાં રેતી ખનન, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ, પવન ચક્કી સૃથાપવા, સોલાર પ્રોજેક્ટ્સ,ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમીટેડમાં જાડેજા અને તેમના પરિવારનું કદ સતત વધી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર-દ્વારકા જિલ્લામાં જાડેજા અને તેમનો પરિવાર સંકળાયેલો હોય તેવા કાયદેસર-કિથત ગેરકાયદેસર વ્યાવસાયિક પ્રવૃત્તિઓની માહિતી પાર્ટી હાઇકમાન્ડ મેળવી રહ્યા છે.

એવી વિગતો પણ સામે આવી છે કે, જાડેજાનો પરિવાર સંકળાયેલો છે તેવા રવિરાજ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રા.લિ-રવિરાજ ઇન્ફ્રા ડેવલોપર્સ-રવિરાજ ઇન્ફ્રા સોલ્યુશન્સનું કુલ ટર્નઓવર રૂપિયા 100 કરોડથી વધુ છે. આ ઉપરાંત જામનગર-દ્વારકામાં પવનચક્કીના પ્રોજેક્ટની સૃથાપના માટેના તમામ કોન્ટ્રાક્ટ જાડેજાના પરિવારની કંપની પાસે જ છે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ‘જામનગર-દ્વારકાની ગણના શાંત જિલ્લામાં થતી હતી. પરંતુ હવે સિૃથતિ બદલાઇ ગઇ છે. આ બંને જિલ્લાઓ હવે અવાર-નવાર વસુલાત કરવી, જમીન પચાવવી, બેદી પોર્ટમાંથી કોલસાની ચોરી, રેતીની ચોરી માટે હોટસ્પોટ બની ગયા છે. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ જીલ્લાના આગેવાનોનોજ દોરીસંચાર છે. તેમની આ ગેરકાયદે પ્રવૃત્તિઓએ આ ક્ષેત્રમાં પક્ષની છબીને ખરડાવી છે. ‘

કોન્ટ્રાક્ટમાં પરિવારનો દબદબો

આ બંને જિલ્લામાં અગ્રણી કંપનીઓ આવેલી છે અને તેમની પાસેથી જાડેજા પરિવાર કે તેમના સાથીઓ દ્વારા દબાણપૂર્વક કોન્ટ્રાક્ટ આંચકી લેવામાં આવે છે. આ અગ્રણી કંપનીઓમાં રિલાયન્સ, નાયરા એનર્જી રીફાઇનરીસ, ઘડી ડિટરજન્ટ, કેઇર્ન ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ, સિક્કા થર્મલ પ્લાન્ટનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

બેદી પોર્ટ કે જ્યાંથી ટાટા કેમિકલ્સ અને સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ માટે કોલસાની આયાત કરવામાં આવે છે. તેના માટે જહાજોમાંથી કોલસાને ઉતારી, ટ્રકમાં ભરવા, તેનું ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ બાબતો હકુભાના ભાઇ રાજભા જાડેજા સંભાળી રહ્યા છે.

રિલાયન્સ અને નાયરા એનર્જી દ્વારા ઈંધણ તરીકે ઉપયોગ થઇ શકે તેવા પેટકોકનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની નિકાસ કરવા ઉપરાંત તેનો સ્થાનિક માર્કેટમાં પણ ઉપયોગ થાય છે. તેના માટે ટ્રાન્સપોર્ટ-સપ્લાય કોન્ટ્રાક્ટ રાજભા જાડેજા અને તેમના સાથીઓ પાસે જ છે.

સૃથાનિક સરકારી અિધકારીએ જણાવ્યું કે, ‘શક્તિશાળી ગેંગ દ્વારા છાસવારે રેતી અને કોલસાની ચોરી કરવામાં આવે છે અને સરકારી તંત્રને તેની તપાસ સુદ્ધા કરવા દેવાતી નથી. ‘ આ જ રીતે રાજભા જાડેજા કિથત રીતે ભાડાપટ્ટે તમામ રેતી ખનન પોતાની પાસે ધરાવે છે.

એટલું જ તમામ જામનગર અને તેની આસપાસ જે પણ ઈમારત બને તેની ઈંટ-રેતી રાજભા એસોસિયેટ્સ પાસેથી જ ખરીદવા માટે બિલ્ડરો પર દબાણ કરવામાં આવે છે. એક મંત્રી તરીકે તેમની પાસે કોઇ મોટું ખાતું નહીં હોવા છતાં ગુજરાત સરકારના 66 કિલોવોટ્સ અને 132 કિલોવોટ્સના સબસ્ટેશન સૃથાપવાના કોન્ટ્રાક્ટ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.ને જ મળે છે.

આ કોન્ટ્રાક્ટ મળે માટે જાડેજા તમામ રાજકીય વગનો ઉપયોગ કરે છે. હકુભા અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વ્યાવસાયિક રીતે હાથ મિલાવ્યા હોવાની ચોંકવાનારી માહિતી પણ બીજેપી હાઇ કમાન્ડ પાસે આવી છે. પક્ષમાં આવા તત્વોને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ છાવરી રહ્યા છે.

‘હકુભાને છૂટો દોર શા માટે ?’ ભાજપના કાર્યકરોમાં જ નારાજગી

ભાજપમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે,જામનગર જિલ્લામાં રાજકીય માફિયા તરીકે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા માટે પક્ષે જ છૂટો દોર આપેલો છે. ગુજરાતના આગામી લતિફ બનવા માગતા જયેશ પટેલના માથે હકુભાના ચાર હાથ છે. એટલું જ નહીં રિબાડાના અનિરૂદ્ધસિંહ સાથે પણ તેમનો ઘરોબો છે. આ બાબતે ઉદ્યોગોથી ધમધમતા આ બંને જિલ્લામાં ડરનો માહોલ પેદા કરેલો છે.

પક્ષના કર્તવ્યનિષ્ઠ નેતાઓ-કાર્યકરો પણ એ વાતથી ચોંકી ગયા છે કે કોંગ્રેસમાંથી આવેલા હકુભા જાડેજાને સૌરાષ્ટ્રમાં છૂટો દોર આપવાનું આખરે કારણ શું છે? એકસમયે શિસ્ત-પ્રતિબદ્ધતા માટે જાણીતા એવા ભાજપમાં એવા લોકોનું પ્રભુત્વ વધી રહ્યું છે જેઓ સામ-દામ અને વગ દ્વારા માત્ર નાણા જ કમાવવા માગે છે અને તેમને પક્ષના હિતની પરવા જ નથી.

Related posts

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ

Pravin Makwana

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah

કન્હૈયા કુમારની રેલીઓમાં જોવા મળે છે અનેરો ઉત્સાહ તો જૂજ બેઠકો માટે કેમ કરી રહ્યા છે પ્રચાર?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!