GSTV
India News

મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી

દેશમાં એક બાજુ દિનપ્રતિદિન વાહનોમાં કૂદકે ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે કાર મૂલ્યાંકન માટેનો નવો કાર્યક્રમ ‘ભારત NCAP’ એક પદ્ધતિ પ્રદાન કરે છે જેના અંતર્ગત ભારતમાં વાહનોને દુર્ઘટના પરીક્ષણમાં તેમના પ્રદર્શનના આધારે ‘સ્ટાર રેટિંગ’ આપવામાં આવશે તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે.

ગડકરી

ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એક ઉપભોક્તા-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે જે ગ્રાહકોને તેમના સ્ટાર-રેટિંગ્સના આધારે સુરક્ષિત કાર પસંદ કરવાનો વિકલ્પ આપશે જ્યારે ભારતમાં સુરક્ષિત વાહનો બનાવવા માટે મૂળ વાહનોનું નિર્માણ કરશે.

એક ટ્વીટમાં ગડકરીએ લખ્યું, “મેં હવે ઇન્ડિયા NCAP રજૂ કરવા માટેના ડ્રાફ્ટ GSR નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે, જેમાં ભારતમાં ઓટોમોબાઇલ્સને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે.” માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રેશ ટેસ્ટ પર આધારિત ભારતીય કારનું સ્ટાર રેટિંગ કારમાં માળખાકીય અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જ નહીં પરંતુ ભારતીય ઓટોમોબાઈલની નિકાસ-યોગ્યતા વધારવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતને વિશ્વમાં ટોચનું ઓટોમોબાઈલ હબ બનાવવાના મિશન સાથે આપણા ઓટોમોબાઈલ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે ઈન્ડિયા NCAP એક મહત્વપૂર્ણ સાધન સાબિત થશે.

READ ALSO

Related posts

હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી

Binas Saiyed

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

ગિરિરાજ સિંહે જોરદાર ટોણો માર્યો, કહ્યું- ‘નીતિશ કુમાર અમરવેલ છે, આજ સુધી વૃક્ષ નથી થયા’

Binas Saiyed
GSTV