GSTV

મકરસંક્રાંતિના રંગે રંગાયા મંત્રીઓ અને નેતાઓ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકારની નીતિ ઉજાગર કરતા સ્લોગન સાથે ચગાવ્યો પતંગ

મકરસંક્રાંતિ

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

મકરસંક્રાંતિના રંગે નેતાઓ અને મંત્રીઓ પણ રંગાયા. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના પરિવાર જોડે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. ઋષિકેશ પટેલે અન્ય પતંગોબાજોની પતંગો સાથે પેચ લગાવી તહેવારનો આનંદ માણ્યો. તો જામનગરના ધ્રોલમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘજી પટેલે સપરિવાર ઉત્તરાયણના પર્વની મજા માણી. તેઓ ધ્રોલમાં પોતાના નિવાસ સ્થાને પતંગ ચગાવવા પહોંચ્યા હતા અને તેમણે પતંગ ચગાવી બાળપણના સ્મરણો વાગોળ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના કાર્યતાઓ અને સગા સાથે ધાબા પર ચઢીને પતંગ ચગાવવાની મોજ માણી હતી. જગદીશ ઠાકોરે પોતાના પતંગ પર ગુજરાતની ભાજપ સરકારની નીતિ ઉજાગર કરતા સ્લોગન સાથે પતંગ ચગાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પતંગ ચગાવી પેચ લડાવવાનો આનંદ માણ્યો હતો. અમિત ચાવડાએ તેમના પરિવારના સભ્યો સાથે મળી પતંગો ચગાવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યો પતંગ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. તેમનો ચૂંટણી પહેલા પતંગ ચગ્યો હતો. સીએમ ઉતરાયણની મજા માણવા માટે તેમના ભાઈના  નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા.

મકર સંક્રાંતિના પર્વ પર દાન-પુણ્ય અને દેવ દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મુખ્યપ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. તેઓએ ભગવાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીની પૂજાઆરતી કરી હતી. જે બાદ પૂજા વિધિમાં પણ તેઓ સામેલ થયા. તેમણે  ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું..તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું  ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તારમાં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!