GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે સરકારે આપ્યા એક ખુશીના સમાચાર, ઘટશે નોકરિયાતોની ચિંતા

ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી વચ્ચે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ નોકરીઓ ખતરામાં નથી.

રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતાં ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે, બધા જ ઓટોમોબાઇલ એક્ટર્સ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, એક એપ્રિલ, 2020 સુધી આપણે બીએસ 4 થી બીએસ 6 ના માનક સુધી જવાનું છે અને ઇલેક્ટ્રોનિક વાહનો તરફ પણ આગળ વધવાનું છે. એટલે ચિંતા જેવું કઈં નથી અને કોઇની નોકરીઓ પણ ખતરામાં નથી.

મેઘવાલના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી છે, વાહનોએ પર્યાવરણ માનકો અનુરૂપ બીએસ 4 થી બીએસ 6 પર આવવું જ પડશે. એટલે મુશ્કેલીના આ સમય દરમિયાન સરકાર બધા જ પક્ષકારો સાથે વાત કરીને આગળ વધી રહી છે.

રોજગારમાં ઘટાડો નથી
તો કેન્દ્ર સરકારના શ્ર્મ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે રોજગાર મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, તેનું કોઇ કારણ દેખાતું નથી, જેનાથી રોજગારમાં ઘટાડો દેખાય. આ સિવાય, ગંગવારે જણાવ્યું કે, દેશભરમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પાસે નોકરી શોધવાવાળા 2.72 કરોશ પુરૂષો અને 1.56 કરોડ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

મંત્રીએ કહ્યું કે, દેશભરમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા મેનેજ કરવામાં આવે છે અને પાંચ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ માત્ર મહિલાઓ માટે કામ કરે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, માઇગ્રેનના કારણે થતી સમસ્યાઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર ઈન્ટર-સ્ટેટ માઇગ્રેટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસ) એક્ટ, 1979 ને લાગુ કરવાની તૈયારીમાં છે.

Related posts

વરસાદની ઋતુમાં ચા સાથે માણો અલગ પ્રકારના ભજીયાનો સ્વાદ, આ રીતે બનાવો ‘Corn Pakoda’

Arohi

રોજગારથી વંચિત થયેલા લોકોને મોદી સરકાર આપશે બેરોજગારી ભથ્થુ, 3 કરોડથી વધુ લોકો છે ધ્યાનમાં

Pravin Makwana

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!