GSTV

વધુ એક બોલિવુડની હસિનાએ આપ્યા પતિને છુટાછેટા, ખબર છે એકદમ શોકિંગ

છુટાછેટા

મિનીષા લાંબાના અંગત જીવન સાથેની એક ચોંકાવનારી વાત જાણવા મળી છે. મિનીષાએ તેના પતિ રાયન સાથે છૂટાછેડા લીધા છે. મિનીષા અને રાયને પાંચ વરસ પહેલા લગ્ન કર્યા હતા. જોકે ૨૦૧૮થી જ તેઓ વચ્ચે અણબનાવ હોવાની વાત આવી હતી કે આ યુગલ અલગ અલગ રહેતા હતા. જોકે મીનિષાએ એ સમયે આ બાબતે ચૂપકીદી સેવી હતી અને સોશિયલ મીડિયા પર આ વાતની સ્પષ્ટતા કરી હતી.

અલગ થઈ ગયા છે મિનીષા અને રાયન

મિનીષાએ  હવે એક વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, તે અને રાયન  છુટ્ટા થઇ ગયા છે. હું અને રિયાન આપસી સહમતીથી છુટ્ટા થઇ ગયા છીએ અને કાયદેસર કાર્યવાહીઓ પણ પુરી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, મીનિષાનો પતિ રાયન રેસ્ટોરન્ટનો માલિક છે. બન્નેની મુલાકાત ૨૦૧૩માં એક જુહુની નાઇટ ક્લબમાં થઇ હતી. બન્નેએ બે વરસ સુધી એક બીજાને ડેટ કર્યુ હતુ અને ૬ જુલાઇ ૨૦૧૫ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે સાદાઇથી લગ્ન કર્યા હતા.

છુટાછેટા

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો….

મીનિષાએ પોતાની કારકિર્દી ૨૦૦૫ની ફિલ્મ યહાંથી કરી હતી. આ પછી તેણે ૨૦૦૭માં હનીમૂન  ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ ફિલ્મમાં જોવા મળી હતી. તેણએ દસ કહાનિયા, કિડનેપ અને બચના ઓ હસીના જેવી ફિલ્મોમાં કામ કર્યું અને પછી તે રૂપેરી પડદે જોવા મળી નહોતી. છેલ્લે ૨૦૧૮માં તે એક સીરિયલમાં કામ કર્યું હતું.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!