GSTV

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Last Updated on June 24, 2021 by Pravin Makwana

બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ સિઝન 8ની કંટેસ્ટેંટ રહેલી મિનિષા લાંબાએ છેલ્લા થોડાક સમયથી લાઈમલાઈટ્સમાં બની રહી છે. હાલમાં જ એક્ટ્રેસે બતાવ્યુ હતું કે, પતિ રેયાન થામથી છૂટા થયા બાદ તેને ફરીથી પ્રેમ થઈ ગયો. ત્યારે હવે આ એક્ટ્રેસે વધુ એક ખુલાસો કર્યો છે. જેને સાંભળીને આપ હેરાન થઈ જશો. તેણે જણાવ્યુ છે કે, તેને પણ ઈંડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો અને મેકર્સ તેને રાતના સમયે ઘરે બોલાવતા હતાં.

મિનિષા આગળ જણાવે છે કે, કોઈ પણ ઈંડસ્ટ્રીમાં જ્યાં પુરૂષો હોય છે, મોટા ભાગના પુરૂષો આ પ્રકારની કોશિશ કરતા હોય છે. આ ઈંડસ્ટ્રીઝ પણ તેનાથી અલગ નથી. મને નિશ્ચિત પણે આવી વસ્તુઓનો સામોન કરવો પડ્યો છે. જેવુ એક વ્યક્તિ ફિલ્મન વાત નથી કરતા અને આપને રાતના સમયે ડિનર પર શા માટે બોલાવે ? તેણે આગળ જણાવ્યુ કે, તે ફિલ્મ મેકર્સની ઓફિસમાં મળવા ભાર આપી રહી હતી.

મિનિષાએ આગળ જણાવ્યુ છે કે, મોટા ભાગે આ પ્રકારની વસ્તુને નજરઅંદાજ કરીને પોતાની જાતને બચાવતી રહી. જેના પરિણામ એ આવ્યુ કે, તેને કેટલાય પ્રોજેક્ટ હાથમાંથી ખોવાનો વારો આવ્યો. એકબે વાર તો એવુ બન્યુ કે, હાથમાં આવેલા પ્રોજેક્ટ જતાં રહ્યાં.તે જણાવે છે કે, મોટા ભાગના ફિલ્મ નિર્માતાએ ઓફિસની જગ્યાએ બહાર મળવા માટે ભાર આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, મિનિષાએ હનીમૂન ટ્રેવલ્સ પ્રાઈવેટ લિમિટેડ, બચના એ હસીનો, કિડનૈપ, વેલ ડન અબ્બા અને હમ તુમ શબાના જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ 2014માં મિનિષા બિગ બોસ 8માં પણ નજરે પડી હતી. જો કે, એક મહિનો શોમાં રહ્યા બાદ તેની વિદાઈ થઈ ગઈ હતી. હાલમાં તે એક ડિજીટલ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!