GSTV

મિનિષા લાંબા અને રાયન થામાએ લીધા ડિવોર્સ, અભિનેત્રીએ જ કન્ફર્મ કર્યું

બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા અને રેસ્ટોરન્ટનો માલિક રાયન થામ હવે એકબીજાથી અલગ થઈ રહ્યા છે. બંનેના ડિવોર્સ થઈ ચૂક્યા છે. આમ તો ઓક્ચોબર 2018માં સમાચાર આવ્યા હતા કે બંને અલગ થઈ રહ્યા છે. એ વખતે મિનિષાએ આ અંગે કાંઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

બંનેની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઈ હતી

ઘણા લોકોએ તેને ફોન કરીને પૂછ્યું હતું પણ તે મૌન રહી હતી. હવે તાજેતરમાં જ મિનિષાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે તે અને રાયન થામ અલગ થઈ ગયા છે અને ડિવોર્સની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. મિનિષા અને થામ એકબીજાને 2013માં મળ્યા હતા. બંનેની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઈ હતી. 2015ના 6 જુલાઈના રોજ બંનેએ લગ્ન કર્યા હતા.

ઇન્ટરનેટ વાલા લવમાં કામ કર્યું હતું

મિનિષા લાંબાએ યહાં (2005), હનીમુન ટ્રાવેલ્સ પ્રાયવેટ લિમિટેડ ( 2007), દસ કહાનિયાં (20070), કિડનેપ (2008), બચા ઐ હસીનો (2008), વેલ ડન અબ્બા (2009),ભેજા ફ્રાય (2011) અને ટીવી સિરિયલ ઇન્ટરનેટ વાલા લવમાં કામ કર્યું હતું.

READ ALSO

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!