આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ કરી છે જેથી ખેલાડીઓને સારી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પુરૂષ, સ્ત્રી, અંડર-19 કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમવા માટે ખેલાડીની વય 15 વર્ષની હોવી ફરજિયાત છે. આ નિયમ ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ નિયમ આઈસીસી ટુર્નામેન્ટ્સ, દ્વિપક્ષીય સિરીઝ અને અંડર -19 ક્રિકેટ સહિતના તમામ પ્રકારના ક્રિકેટ પર લાગુ થશે.
આઇસીસી અનુસાર, કોઈ પણ અપવાદના કિસ્સામાં સભ્ય બોર્ડ આઈસીસીને 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીને રમવા માટેની મંજૂરીની અપીલ કરી શકે છે. તેમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે કે ખેલાડીનો અનુભવ કેટલો છે તેનો માનસિક વિકાસ કેટલો થયો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણનો સામનો કરવા કેટલો સક્ષમ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના હસન રઝાના નામે સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરવાનો રેકોર્ડ છે. તેણે 14 વર્ષ 227 દિવસની ઉંમરે જ 1996માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જોકે, પાકિસ્તાનના રઝા અંગેના દાવાને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ પાકિસ્તાને પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.
ભારત માટે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. તેણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ