GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ પેટ્રોલ અને ડીઝલ વિના ચાલશે આ મીનિ ટ્રેક્ટર, ડીસાના ખેડૂતે કર્યો સફળ પ્રયોગ, ડિઝલનો મળશે વિકલ્પ

Last Updated on June 11, 2021 by Damini Patel

કેન્દ્ર અને રાજ્ય સરકાર ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ના કરે પરંતુ લોકોએ તો તેમના ઇંધણ ખર્ચને ઘટાડવાના પ્રયાસ શરૃ કરી દીધા છે. ડીઝલના કારણે મોંઘવારી વધી રહી છે તેવો ખ્યાલ હોવા છતાં બન્ને સરકારો ઇંધણના ભાવવધારા સામે ચૂપ છે પરંતુ ઉત્તર ગુજરાતના એક કિસાને એવું ટ્રેક્ટર બનાવ્યું છે કે જેમાં કોઇપણ જાતનું ઇંધણ પૂરવાનું થતું નથી. તેણે ડીઝલનો પર્યાય શોધી લીધો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતનું એક ઇનોવેશન સામે આવ્યું છે. નવીન માળી નામના આ ખેડૂતે સૂર્ય ઉર્જા અને બેટરીથી ચાલતું એક મિની ટ્રેક્ટર બનાવ્યું છે. માત્ર ત્રણ મહિનાની મહેનત અને ૧.૭૫ લાખના ખર્ચે આ વાહનનું નિર્માણ થયું છે. આ ટ્રેક્ટર બનાવવા ખેડૂતે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે.

એક ચાર્જ પર 70 કિમી ચાલશે

તેમના કહેવા પ્રમાણે એકવાર ચાર્જ કર્યા પછી આ ટ્રેક્ટર ૭૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ ટ્રેક્ટર ૫૦૦ કિલોગ્રામનું વજન વહન કરી શકે છે. આ ટ્રેક્ટર સોલારથી ચાલે છે. તેમાં બેટરી લાગેલી હોવાથી સોલાર સિસ્ટમથી ચાર્જ થાય છે. આ ખેડૂત હંમેશા ઓછા ખર્ચે મબલખ ખેતીવાડી થાય તેવા પ્રયાસો કરતા હોય છે. આ ટ્રેક્ટર બનાવવામાં તેમણે ટ્રેક્ટરના બોડી વર્કનું કામ કરતાં હર્ષદ પંચાલનો સહયોગ મેળવ્યો હતો. નવીન માળી તેમના ખેતરમાં હવે આ મિની ટ્રેક્ટરથી કામ કરી રહ્યાં છે.

ડીઝલનો ખર્ચ બચશે

સામાન્ય રીતે ખેડૂતોને દરવર્ષે ડીઝલનો એક લાખ રૃપિયા ખર્ચ કરવો પડતો હોય છે. આ મિની ટ્રેક્ટર બાગાયગી પાકોમાં પણ ઉપયોગી નિવડે છે. એ સાથે પશુપાલન કરતા ખેડૂતોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવા, ખાણ-દાણની હેરફેર કરવામાં મદદરૃપ થાય તેવું છે. સૌથી મહત્વનો ફાયદો એ છે કે આ ટ્રેક્ટરમાં ઇંધણ નહીં હોવાથી પ્રદૂષણની સમસ્યા પણ રહેતી નથી. ટ્રેક્ટરનું કામ કરતાં હર્ષદ પંચાલ બે કારીગરો સાથે રોજનું પાંચ કલાક કામ કરતા અને તેમણે ૯૦ દિવસમાં આ સર્જન કર્યું છે.

રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જેઓ નિતનવા ઇનોવેશન દ્વારા ખેતીવાડી ક્ષેત્રમાં સુધારા કરતા રહ્યાં છે. જો આ ખેડૂતના ટ્રેક્ટરનું મોડલ સફળ હોય તો સરકારે બીજા ખેડૂતોને પણ આવા ટ્રેક્ટરના નિર્માણ માટે આર્થિક સહાય કરવી જોઇએ, કે જેથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, જાણો કયા પ્લેયરોને સ્થાન મળ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!