GSTV
Gujarat Government Advertisement

મીની લોકડાઉન નડ્યુ/ ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની, બીજી લહેરમાં આટલા કરોડ લોકોની જતી રહી નોકરી

JE

Last Updated on June 11, 2021 by pratik shah

કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ. CMIE દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે 2021માં બેરોજગારીનો દર વધીને 11.9 ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે.

રેલવે

બેરોજગારીનો દર હાલ 13 ટકાના સ્તરે પહોંચી ગયો

6 જૂન, 2021 સુધીના 30 દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ 13 ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી 40 ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ 39.7 ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને 35.3 ટકા અને 6 જૂન, 2021 સુધીમાં વધુ ઘટીને 34.6 ટકા ટકા થયો છે. CMIEના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે 2020ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે.

નોકરી

લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી

છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે. જો કે તેમણે જણાવ્યુકે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી 2021 બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ 3.68 કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા 2.31 કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા 85 લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ 2019-20ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!