GSTV
Home » News » નવા ફિચર્સ અને દમદાર એન્જિન સાથે ભારતમાં લૉન્ચ થઇ Mini Cooper

નવા ફિચર્સ અને દમદાર એન્જિન સાથે ભારતમાં લૉન્ચ થઇ Mini Cooper

બ્રિટિશ વાહન નિર્માતા કંપની મીનીએ ભારતમાં પોતાની નવી કૂપર કાર લૉન્ચ કરી છે. કંપનીએ પોતાની આ કારને ખૂબ જ આકર્ષક બનાવી છે. પરંતુ તેનું એન્જિન આ કારને વધુ ખાસ બનાવે છે. કંપનીએ કારને પેટ્રોલ અને ડિઝલ વેરિએન્ટમાં લૉન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 29.7 લાખ છે.

પાવર ડિટેઇલ્સ

મિનીએ 3-ડોક કબપર એસ અને કન્વર્ટેબલમાં 2.0 લીટરનું 4 સિલિન્ડર ટ્વિન ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 192 પીએસ પાવર અને 280 એનએમનો ટૉર્ક આપે છે. એન્જિન નવા 7-સ્પીડ ડ્યૂલ ક્લચ ગેરબૉક્સ સાથે જોડાયેલુ છે. કંપનીએ દાવો કર્યો છે કે 3-ડોર કૂપર એસની ટૉપ સ્પીડ 235 કિમી પ્રતિ કલાકની છે.

નવી કૂપરમાં ઓપ્શનલ 6.5 ટચસ્ક્રીન સિસ્ટમ, મિની રેડિયો વિઝ્યઅલ બૂસ્ટ સાથે આપવામાં આવ્યું છે. તેમાં ડ્રાઇવર ઇન્ફોટેંમેંટ ફંક્શન જેવા કે ટેલિફોન અને વ્હીકલ સેટિંગ વગેરેને કંટ્રોલ કરી શકાય છે.

સેફ્ટી ફિચર્સ

કારમાં શાનદાર ફિચર્સ ઉપરાંત સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ડ્યૂલ એરબેગ્સ, એબીએસ,બ્રેક આસિસ્ટન્ટ, ડાયનામિક સ્ટેબિલીટી કંટ્રોલ, કૉનર્રિંગ બ્રેક કંટ્રોલ અને રન ફ્લેટ ટાયરનો પણ સમાવેશ થાય છે.

Related posts

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel

સાઈના નેહવાલની બાયોપિકમાં કોચના રોલમાં જોવા મળશે આ જાણીતો એક્ટર, ફર્સ્ટ લુક રિલીઝ

NIsha Patel

ભારતે આ 5 દેશોની ચેનલો પર મૂકી દીધો પ્રતિબંધ, કેબલ ઓપરેટરનો મોદી સરકાર કર્યો આ આદેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!