GSTV
Corona Virus News World

કોરોનાના હાહાકારથી ચીનની હાલત ખરાબ : 2020 પછીની આ સૌથી ખરાબ સ્થિતિ, શહેરોમાં લોકડાઉન

કોરોના પરીક્ષણ માટે લડાઈના વર્તમાન સમય માટે કોઈ જગ્યા બાકી રહી નથી. ચીનમાં 3 દિવસની મેડિકલ સપ્લાય ફરીવાર બગડ્યો
છેલ્લા 10 અઠવાડિયામાં, ચીનમાં 14000થી વધારે કેસ સામે આવ્યા છે. એવું પણ માનવામા આવી રહ્યું છે કે ઓમિક્રોને કારણે કેસ ખુબ જ જડપથી વધી રહ્યા છે. આવી સ્થિતીમાં ચીનના ઘણાબધા શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, એવી આશંકા છે કે આની અસર ચીન ની અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.

ચીનમાં કોરોના ની સ્થિતી ફરી બગડી રહી છે. અહીં 2020 પછીની આ સૌથી ખરાબ સ્થિતિ હોવાનું કહેવાય છે. કેસોમાં સતત વધારાને કારણે ચીનમાં ઘણા ભાગોમાં તબીબી સંસાધનોની અછત દેખાઈ રહીં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અગામી સપ્તાહમાં ચીનની આરોગ્ય સેવાઓ પર દબાણ ખુબજ વધી શકે છે.

ટેસ્ટિંગ માટે લડાઈ થઈ રહી છે.

ચીનના કેટલાક ભાગો પહેલેથી જ સંકટનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં અહીંના લોકોના ટેસ્ટ કરાવવા માટે લડવું પડે છે. એટલું જ નહી, ચીનની કડક ઝીરો કોવીડની પોલીસી જેમ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ચીનમાં કોરોના ના લીધે સૌથી વધારે પ્રભાવીત જિલ્લાની હોસ્પિટલમાં કોરોન્ટાઈન કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આવા સમયે કોરાન્ટાઈન કરવા માટે કામચલાઉ હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યા છે. એક સ્થાઈ અધીકોરીએ જણાવ્યું કે, કોરોનાથી બચવા માટે અહીં મેડીકલ સપ્લાયમાંથી માત્ર બે ત્રણ દિવસની વધી છે.

ચીનમાં તમામ વૃદ્ધોને ડોઝ મળ્યો નથી

ચીન કોરોના સામે ઝીરો કોવીડ પોલીસી અપનાવે છે.આમાં ચેપી રોગની ઓળખ કરવામાં આવે છે.તેમણે કોરોન્ટાઈન કરવામા આવે છે,જેમા લગભગ 90% લોકોને કોરોના રસી મળી છે.જોકે ચીનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે પુર્તા પ્રમાણમાં મળ્યા નથી.જેનાથી સંક્રમણ અને મોતનો ખતરો હજુ સુધી ચીલી રહ્યો છે.અત્યારે એ પણ સ્પસ્ટ નથી કે ચીનની વેક્શિન ઓમિક્રોન ને રોકવા માટે કેટલી સક્ષમ છે.

લાખો લોકો કેદમાં જીવવા મજબુર

ચીનમાં ઘણા શહેરોમાં લોકડાઉન ચાલતુ હોવાથી લોકો ઘરમાં જીવવા માટે મજબુર છે. 1.7 કરોડ આબાદી વાળા શેંનજેનમા લોકોને કહેવામાં આવ્યું છે કે ઘરનો માત્ર એક જ વ્યક્તિ બે કે ત્રણ દિવસમાં ઘરેથી જરૂરી સામાન લેવા માટે બહાર જઈ શકશે. શેંનજેનના લોકો એ આ પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યા છે. શેંનજેન ના રહેવાસી પીટર કહે છે કે આ ઓમીક્રોનને પાર કરવા માટે સાચી તકનીક નથી. એમણે જણાવ્યું કે વિદેશોમાં જોયું છે કે ઓમીક્રોન સર્દી જેવો જ છે, આનાથી ઘણા લોકો સારા થયા છે,તો પછી અમને કેમ કેદ કરવામાં આવ્યાં છે.

READ ALSO:

Related posts

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu
GSTV