GSTV

રામ મંદિર બનતાં પહેલાં વરસ્યો સોના-ચાંદી અને કરોડો રૂપિયાનો વરસાદ, આટલા થયા ભેગા

રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થાય તે પહેલા જ મંદિર માટે ભાવિકોએ કરોડો રુપિયાનું દાન આપવાનુ શરું કરી દીધું છે. મંદિરના આવતીકાલે થનારા ભૂમિ પૂજન માટે ભલે કોરોનાના કારણે બહુ ગણતરીના લોકોને આમંત્રણ અપાયું હોય પણ દેશના કરોડો શ્રધ્ધાળુઓ માટે આ પ્રસંગ અનેરું મહત્વ લઈને આવ્યો છે. દેશમાંથી એટલે જ દાનનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે.

શિવસેનાએ 1 કરોડનું દાન આપવાની કરી જાહેરાત

જેમ કે કથાકાર મોરારી બાપુએ મંદિર માટે પાંચ કરોડ રુપિયાનું દાન આપવાનું એલાન કર્યુ છે. 27 જુલાઈએ તેમણે એલાન કર્યું હતું. આ રકમ તેમના ચિત્રકૂટ ખાતેના આશ્રમમાંથી મોકલવામાં આવશે. શિવસેના પણ એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી ચુકી છે. શિવસેનાનું કહેવું છે કે, આ રકમ મંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ વ્યક્તિગત રીતે 11 લાખનું ડોનેશન આપી ચુક્યા છે.

ભાવિકો મંદિર માટે સોના ચાંદીની ઈંટો પણ દાનમાં આપી રહ્યા છે. હૈદ્રાબાદના જ્વેલર કે શ્રીનિવાસે રામ મંદિર નિર્માણ  માટે એક કિલો સોનાની ઈંટ ડોનેટ કરી  આ જ રીતે પાંચ કિલો ચાંદીની ઈંટ પણ ટ્રસ્ટને દાનમાં અપાઈ છે. તેના સિવાય યુપીના જ્વેલર્સ એસોસિએશન તરફથી 33 કિલો ચાંદીની ઈંટો દાન આપવામાં આવી છે. આજે કમલનાથે પણ ચાંદીની 11 ઈંટો મોકલાવી છે.

READ ALSO

Related posts

દિવા તળે અંધારું : સુરત મ્યુનિ.ની જ 154 મિલકતો બિસ્માર હાલતમાં, ઉતારી પાડવી પડે તેટલી જર્જરિત

Bansari

ડ્રગકાંડ : આજે રકુલપ્રિત, કાલે શ્રદ્ધા અને સારા અને 25મીએ દિપીકા પદુકોણનો વારો, ટોપની હિરોઈનના નામ ખૂલ્યા

pratik shah

નેપાળ ફસાયુ ચીનની ચાલમાં: ડ્રેગને નેપાળની જમીન પર કરી લીધો કબજો, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!