GSTV
Home » News » ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

રવિવારે લાખો લોકોએ હોંગકોંગમાં લોકશાહી તરફી કાર્યકર્તાઓના કોલ પર પાર્કમાંથી કૂચ કરી મુખ્ય માર્ગને જામ કર્યા હતા. લોકશાહી તરફી વિરોધીઓ આ પાર્કમાં દર અઠવાડીયે તેમની નિયમિત પ્રવૃત્તિઓ કરે છે. આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે કૂચ શાંતિપૂર્ણ રહેશે.

આયોજક બોની લેઉંગે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે આજે કોઈ અરાજક પરિસ્થિતિ ઉભી નહીં થાય.” અમને આશા છે કે અમે દુનિયાને બતાવીશું કે હોંગકોંગની પ્રજા પણ સંપૂર્ણ શાંતિપૂર્ણ હોઈ શકે છે. માર્ચમાં જોડાયેલા 28 વર્ષીય એકાઉન્ટન્ટ કિકી માએ કહ્યું કે, શાંતિ આજની પ્રાથમિકતા છે. અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે અમે તેમના જેવા નથી. ‘

જણાવી દઈએ કે પોલીસે તે લોકોને રેલી કરવાની મંજૂરી આપી હતી પરંતુ કૂચ માટે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, બીજીંગની ચેતવણી હોવા છતાં હોંગકોંગના લોકશાહી કાર્યકરોએ રવિવારે એક વિશાળ રેલી યોજવાની યોજના બનાવી હતી.

છેલ્લા 10 અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે આ આંતરરાષ્ટ્રીય આર્થિક કેન્દ્રને જોખમમાં મૂકવામાં આવ્યું છે. બીજી તરફ, ચીનના ડાબેરી શાસને કડક વલણ અપનાવ્યું છે અને હિંસક વિરોધીઓના પગલાંને ‘આતંકવાદીઓની જેમ’ ગણાવ્યા છે.

READ ALSO

Related posts

આલિયા ભટ્ટને Kiss કરવા તૈયાર નથી સલમાન ખાન, આ કારણે ડબ્બાબંધ થઇ ગઇ ‘ઇન્શાઅલ્લાહ’

Bansari

ભૂલાતી જતી આ કલાને જીવંત કરવા ડીસા રોટરી કલબે કર્યું અનોખુ આયોજન

Nilesh Jethva

શા માટે પુરૂષ પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષિત થાય છે?

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!