GSTV

લાખો શિક્ષિત યુવકો બેરોજગાર પરંતુ નિરક્ષર નેતાઓ માલામાલ

Last Updated on September 19, 2018 by

દેશમાં એક તરફ જ્યાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. ત્યારે રાજકારણ સૌથી વધારે નફાકારક વ્યવસાય તરીકે ઉભરી રહ્યું છે. દેશના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 24.59 લાખ રૂપિયા છે. મતલબ કે દર મહિને બે લાખ રૂપિયા કરતા પણ વધારે તેમની આવક છે. ધારાસભ્યો જેટલું કમાય છે. એટલું તો દેશની ખ્યાતનામ સંસ્થાઓમાં તનતોડ અભ્યાસ કરી બહાર આવેલા ડોક્ટરો, એન્જિનિયરો તેમજ એમબીએ થયેલા યુવાનો પણ નથી કમાતા.

એક તરફ જ્યાં દેશના લાખો યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર બની નોકરી મેળવવા ફાંફા મારી રહ્યા છે. ત્યાં બીજી તરફ દેશભરના ઘણા અભણ નેતાઓની આવક શિક્ષિત યુવાનો તો ઠીક પોસ્ટ ગ્રેજ્યુએટ ધારાસભ્યો કરતા પણ વધારે છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મના નવા રિપોર્ટમાં દેશના ધારાસભ્યોની આવક અંગેના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. જે મુજબ ધારાસભ્યોના વેતન અને અન્ય સ્ત્રોતો દ્વારા થતી કમાણી દેશની પ્રતિ વ્યક્તિની આવક કરતા 22 ગણી વધારે છે. આ રિપોર્ટ દેશના 4086 પૈકી 3145 ધારાસભ્યોના સોગંદનામા ઉપરથી તૈયાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ સૌથી વધારે કમાણી કરતા ધારાસભ્યોના મામલે કર્ણાટક તમામ રાજ્યોમાં ટોચ પર છે. કર્ણાટકના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક કમાણી 1.1 કરોડ રૂપિયા છે. તો 5.4 લાખ રૂપિયાની વાર્ષિક સરેરાશ સાથે છત્તીસગઢના ધારાસભ્યોની આવક સૌથી ઓછી છે. રાજકારણમાં ઊંચી ડિગ્રી અને કમાણીને પણ કોઇ લેવાદેવા નથી એ એડીઆરના રિપોર્ટમાં સાબિત થયું છે. કેમકે આઠમું ધોરણ પાસ 139 ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક 89.88 લાખ રૂપિયા છે. તો પાંચમું ધોરણ પાસ 1052 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 31.03 લાખ રૂપિયા છે. 1997 ગ્રેજ્યુએટ થયેલા ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક અભણ ધારાસભ્યો કરતા ક્યાંય ઓછી 20.87 લાખ રૂપિયા છે.

બીજો વિરોધાભાસ ઉંમર અને આવક વચ્ચે પણ જોવા મળ્યો છે. 25 થી 50 વર્ષની ઉંમરના 1402 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 18.25 લાખ રૂપિયા છે. તો 51 થી 80 વર્ષની ઉંમરના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 29.32 લાખ રૂપિયા છે. જ્યારે 81 થી 90 વચ્ચેની વય ધરાવતા 11 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 87.71 લાખ રૂપિયા છે. કમાણીના મામલે મહિલા ધારાસભ્યો કરતા પુરુષ ધારાસભ્યો આગળ છે. મહિલા ધારાસભ્યોની સરેરાશ આવક 10.53 લાખ રૂપિયા છે. તેની સામે પુરુષ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 25.85 લાખ રૂપિયા છે.

દેશના સૌથી શ્રીમંત ધારાસભ્ય બેંગાલુરુ ગ્રામીણ બેઠકના એન. નાગરાજૂએ 157 કરોડની વાર્ષિક આવક જાહેર કરી છે. તો આ મામલે સૌથી ગરીબ છે આંધ્રપ્રદેશના બી. યામિની બાલા. જેમણે પોતાની સરેરાશ વાર્ષિક આવક માત્ર 1301 રૂપિયા જાહેર કરી છે… આમ એક તરફ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પગરખાં ઘસી નાખનારા યુવાનોને માસિક કેટલાક હજાર રૂપિયાની નોકરી પણ નસીબ નથી થતી તો બીજી તરફ રાજકારણમાં નિરક્ષર લોકોની આવક લાખો રૂપિયામાં છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!