Flood in India: એક તરફ દેશમાં કોરોના વાઇરસની મહામારી છે ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં પૂરપ્રકોપ જોવા મળી રહ્યો છે. બિહાર અને આસામમાંસ્થિતિ વધુ કથળી ગઇ છે જેને પગલે આ બે રાજ્યોમાં જ કુલ 45 લાખ લોકોને માઠી અસર પહોંચી છે અને તેઓમાંથી અનેક લોકો ઘર વિહોણા થઇ ગયા છે.
Flood માં 5ના મોત સાથે કુલ 128ના મોત
દિવસે ને દિવસે Flood ને કારણે મૃત્યુઆંક પણ વધતો જાય છે. આસામમાં વધુ પાંચ લોકોના મોત નિપજ્યા છે જેને કારણે રાજ્યમાં મૃત્યુઆંક 128ને પાર પહોંચી ગયો છે. આસામના ગોલપાડા વિસ્તારમાં પૂરપ્રકોપની સ્થિતિ વધુ કફોડી છે જ્યાં આશરે પાંચ લાખ લોકોને માઠી અસર પહોંચી છે. સ્થિતિ વધુ કથળતા કેન્દ્ર સરકારે પણ રેસ્ક્યૂ માટે વધુ ટીમ મોકલવાની ખાતરી મુખ્ય પ્રધાનને આપી છે.

હજ્જારો લોકો બોટમાં જીવન વિતાવવા મજબૂર
આસામમાં 23 જિલ્લામાં ત્રીસ લાખ જેટલા લોકોને Flood ની માઠી અસર પહોંચી છે, અહીં હજારો લોકોને રેસ્ક્યૂ કરીને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે, આખા ગામ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો રેસ્ક્યૂ નથી થઇ શક્યા તેઓ બોટ પર જીવન વિતાવી રહ્યા છે તેવી તસવીરો પણ સામે આવી હતી.

આસામમાં 10 ગેંડા સહિત 129 પ્રાણીઓના મોત
આસામમાં પ્રાણી સંગ્રહાલયો પણ આવેલા છે જ્યાં પૂરના પાણી ઘુસી ગયા હતા જેને પગલે અનેક ગેંડા સહિત આશરે 150 જેટલા પ્રાણીઓના મોત નિપજ્યા છે. ખાસ કરીને આસામના કાઝિરંગામાં પ્રાણીઓના મોતની સૌથી વધુ ઘટનાઓ સામે આવી રહી છે. કાઝિરંગા નેશનલ પાર્કમાં 129 પ્રાણીઓના મોત નિપજ્યા છે જ્યારે 157 પ્રાણીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

કાઝિરંગામાં અનેક કેમ્પ ડૂબ્યા
પૂરપ્રકોપને કારણે કાઝિરંગામાં 223માંથી 88 કેમ્પ ડુબી ગયા છે જ્યારે રાજીવ ગાંધી ઓરાંગ નેશનલ પાર્કમાં પણ 40માંથી 12 કેમ્પો ડુબી ગયા છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલયમાં આગામી 24 કલાકમાં હજુ પણ ભારેથી અતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે તંત્ર એલર્ટ કરી દેવાયું છે.
ALSO READ: સાવધાન! ક્રોનિક બ્રોન્કાઇટીસના દર્દીઓને વાયરસનું પાંચ ગણું છે જોખમ
બિહારમાં NDRF ની 21 ટીમ તૈનાત
બિહારમાં પણ પૂરપ્રકોપને કારણે સ્થિતિ કથળી છે, અહીં 11 જિલ્લામાં જળબંબાકાર છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ વિજળી પડવાની ઘટનામાં જીવ ગૂમાવ્યો છે. બિહારમાં આશરે 21 જેટલી એનડીઆરએફ ટીમને તૈનાત કરાઇ છે જ્યારે આસામમાં આ આંકડો બમણો છે.

ચંપારણમાં ગર્ભવતી મહિલાએ NDRFની બોટમાં આપ્યો બાળકીને જન્મ
બિહારના ચંપારણમાં સ્થિતિ એટલી કથળેલી છે કે ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં પણ લઇ જવી મુશ્કેલ બની ગયું હતું. અહીં એક 25 વર્ષીય મહિલાએ એનડીઆરએફની રેસ્ક્યૂ બોટમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલાને તેના ઘરેથી જ રેસ્ક્યૂ કરવામાં આવી હતી બાદમાં બન્નેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સામાન્ય છે.

પૂરપ્રકોપની સ્થિતિ પર કેન્દ્રની નજર
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ સમગ્ર સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે અને બન્ને રાજ્યોનો રિપોર્ટ પણ તેમણે મગાવ્યો છે. આસામ અને બિહાર બન્ને રાજ્યોમાં અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી છે અને અનેક ગામડા ડુબી પણ ગયા છેે.
હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી
આસામ અને બિહાર બન્ને Flood નો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડયો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાનો એરિયલ વ્યૂ લીધો હતો અને પરિક્ષણ કર્યું હતું. મંગળવાર અને બુધવારે ઉત્તરપશ્ચિમ રાજ્યોમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
પૂર્વ ફૂટબોલ પ્લેયરે કરી કેન્દ્રને અપીલ
બ્રહ્માપુત્રા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે જેને પગલે પણ Flood ની સ્થિતિ પેદા થઇ ગઇ છે. પૂર્વ ફૂટબોલ પ્લેયર બાઇચુંગ ભૂટિયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તાત્કાલીક આસામમાં આવેલા પૂરને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવે અને રાહત ફંડને મોકલવામાં આવે.
MUST READ:
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત