GSTV

દિવાળી પહેલા Flipkart થકી પ્રથમ 3 દિવસમાં 70 લોકો બન્યા કરોડપતિ, Sale થી થયો મોટો ફાયદો

ઈ-કોમર્સ કંપની Flipkart દ્વારા બિગ બિલિયન ડેઝ સેલ યોજ્યું હતું. માત્ર 3 દિવસમાં 70 લોકો કરોડપતિ બન્યા છે. 10 હજાર લોકો લાખોપતિ પણ બન્યા છે. આમાંના મોટા ભાગના લોકો દ્વીતીય શ્રેણીના શહેરોમાં રહે છે. કોરોનાના કારણે ઓનલાઇન શોપિંગ વધું કર્યું છે. તેઓ બજારમાં ગયા નથી. કંપની સાથે સંકળાયેલા 3 લાખથી વધુ વેપારીઓએ માલ વેચ્યા હતા, જે આશરે 60 ટકા ટાયર II શહેરોના છે. મોટા શહેરો કરતાં નાના શહેરોમાં લોકોએ ઓન લાઈન ખરીદી વધું કરી છે.

72 કલાકમાં કંપનીએ ડિજિટલ પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 60%નો વધારો થયો હોવાનું જાહેર કર્યું છે. વેચાણમાં વધારો એ Flipkart માટે જ એક સારા સમાચાર નથી, પરંતુ કોરોના વાયરસ વચ્ચે વધુને વધુ લોકો ઓનલાઇન ખરીદીની અપેક્ષા રાખી રહ્યાં હોવાનું જોવા મળ્યું છે. તહેવારની મોસમ શરૂ થાય તે પહેલાં Flipkartએ જણાવ્યું હતું કે આખા દેશમાં ગ્રાહકો દ્વારા 36 મિલિયનથી વધુ નવી Flipkart એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે. આ સૂચવે છે કે નાના શહેરો આ વર્ષના તહેવારના વેચાણમાં વધુ ભાગ લઈ રહ્યા છે.

Related posts

ભારતના ટોચના અધિકારીઓના નેપાળ અને શ્રીલંકાના પ્રવાસથી ચીનના પેટ તેલ રેડાયું, ચીની અખબારે લગાવ્યો આ આરોપ

Nilesh Jethva

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!