GSTV
Home » News » Viral Video: અચાનક આકાશમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ તો….

Viral Video: અચાનક આકાશમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ તો….

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો અચંબિત થઇ ગયાં છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક પોતાની લેમ્બોર્ગીની કારમાંથી ઉતરે છે. ફેસબુક લાઇવ વીડિયો શરૂ કરે છે. કેટલીક સેકેન્ડ ઇન્ટ્રોડક્શન આપ્યા બાદ તે છત પરથી લાખો રૂપિયા ઉડાવી દે છે. આ ઘટના હૉન્ગ કૉન્ગની છે. જ્યાં 24 વર્ષીય યુવક વૉન્ગ ચિંગ-કિટ પોતાની લક્ઝરી સ્પોર્ટ્સ કારમાંથી હાથમાં ઘણાં બિલ્સ લઇને ઉતરે છે.

રિપોર્ટસ અનુસાર વૉન્ગે પોતાના પૈસા ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં લગાવી દીધાં છે.આકાશમાંથી ઉડતી નોટોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉડતી નોટો નીચે ઉભેલા લોકોએ નોટો લોવામાં જાણેકે પડાપડી કરી.

હૉન્ગ કૉન્ગની કરન્સી અનુસાર વૉન્ગે આશરે 2 લાખ ડૉલર એટલે કે આશરે 18 લાખ રૂપિયા ઉડાવી દીધાં. જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ વૉન્ગે પોતાની આ ધરપકડને ફેસબુક પર લાઇવ કરીને દર્શાવી.

આ વીડિયો સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે જેમાં નોટોનો વરસાદ થતો દર્શાવવામાં આવ્યો છે. તેવામાં વૉન્ગનું કહેવું છે કે તે અમીરોને લૂંટીને ગરીબોની મદદ કરવા ઇચ્છે છે.

જણાવી દઇએ કે મિસ્ટર વૉન્ગની તે એરિયામાં એક સ્કેમર તરીકેની ઇમેજ છે અને આ નોટોને ઉડાવવની હરકત ફક્ત એક પબ્લિસીટી સ્ટંટ હતો.

Read Also

Related posts

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ અનેક સ્થળે હિંસા, ભાજપના એક કાર્યકર્તાનું મોત

Mayur

મતગણતરી પછી પણ 45 દિવસ સુધી ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રખાય છે

Mayur

રાહુલ બાદ મમતા દીદીને પણ આપવું હતું રાજીનામું, જોકે આ લોકોએ તેમને અટકાવ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!