ફેસબુક પર હેકર્સે હુમલો કરીને પાંચ કરોડ યુઝર્સના ડેટાની ચોરી કરી છે. શુક્રવારે કરવામાં આવેલી ડેટાની ચોરી અંગે ફેસબુકે માહિતી આપી છે. હેકર્સ ફેસબુક કોર્ડના ફીચર પર હુમલો કરીને યુઝર્સના એકાઉન્ટ સુધી પહોંચી ગયા હતા. જેની સૌથી વધુ અસર ભારતમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ મામલે ફેસબુકે જણાવ્યુ કે, View As ફીચરમાં આવેલા એક બગના કારણે હેકર્સે ડેટાની ચોરી કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુકે View As ફીટરને હટાવ્યું છે. આ પહેલા 2016માં ફેસબુક વિવાદમાં આવ્યુ હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રૂસના પ્રોપગેન્ડાનો પ્રચાર કરતા ફેસબુકની આલોચના કરવામાં આવી હતી. આ સમયગાળા દમ્યાન કેમ્બ્રિજ એનાલિટિકાની સંડોવણી પણ સામે આવી હતી. બ્રિટનની કંપનીએ કેમ્બ્રિજ એનાલિટિકાએ આશરે નવ કરોડ ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી કરી હતી.