GSTV
Home » News » બાજરી ખેડૂતોને કરાવશે મોટો ફાયદો, ગુજરાતમાં વાવણી વધી

બાજરી ખેડૂતોને કરાવશે મોટો ફાયદો, ગુજરાતમાં વાવણી વધી

સરકારે ટેકાના ભાવમાં ધરખમ વધારો કરતાં ખેડૂતોમાં બાજરીનો પાક હાલમાં આકર્ષણનું કેન્દ્ર છે. હવે બાજરીના ભાવમાં ઓક્ટોબર સુધી ભાવમાં ઘટાડો થાય તેવી કોઈ સંભાવના નથી. ૨ મહિનામાં બાજરીની ૬.૫૦ લાખ ટન જરૂરિયાત સામે ઓછા સ્ટોક વચ્ચે બાજરીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ઘઉં અને ચોખા બાદ બાજરીએ અગત્યનો ધાન્યપાક છે. ખરીફ સિઝનમાં ૭૪ લાખ હેક્ટરમાં થતો આ પાક ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૬૦ લાખ હેક્ટરે પહોંચ્યો છે. દેશમાં બાજરીનું વાવેતર એકાએક વધવાનું મુખ્ય કારણ એ રાજસ્થાનમાં વધતો વાવેતર વિસ્તાર છે. રાજસ્થાન એ બાજરીનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે. જ્યાં વાવણીનો આંક ૩૭ લાખ હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતના ખેડૂતોને ઉનાળા સિઝનમાં ઘઉંથી પણ ઊંચા ભાવ મળતાં રાજ્યમાં બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર વધ્યો છે. જાકે, આ વર્ષે બાજરીની ખેતી કરનાર ખેડૂતોને ભાવમાં નીરાશા હાથ નહીં લાગે એ નક્કી છે. બાજરીની વધતી જતી વપરાશ સામે સ્ટોકમાં ઘટ ખેડૂતોને ભાવમાં ફાયદો કરાવશે. દેશમાં એક જ સપ્તાહમાં બાજરીની વાવણીના આંક માઈનસમાંથી પ્લસમાં આવી ગયા છે.

દેશમાં ઉનાળુ બાજરીનો સ્ટોક હવે ઘટવા લાગ્યો છે. બાજરીની સતત માગ વધતાં તેના ભાવમાં સુધારો થતો જાય છે. નવી આવક આવવાને હજુ સમય છે. જ્યારે મોટા અનાજમાં ઘઉં સહિતના પાકોના ભાવ ઊંચા હોવાથી બાજરીની માગ વધી રહી છે. જેને પગલે નવી સિઝનની શરૂઆત સમય સુધી બાજરીના ભાવ નીચા જાય તેવી કોઈ સંભાવના નથી. બાજરીનો ટેકાનો ભાવ આ વર્ષે સરકારે ૫૦ રૂપિયા વધારીને પ્રતિ Âક્વન્ટલ ૨૦૦૦ રૂપિયા કરી દીધો છે. ગત વર્ષે આ ભાવ પ્રતિ Âક્વન્ટલ રૂપિયા ૧,૯૫૦ રૂપિયા હતો. જેને પગલે પણ ભાવમાં વધારો થયો છે. આગામી દિવસોમાં બાજરીના ભાવમાં ૧૦૦થી ૧૨૫ રૂપિયાનો વધારો થાય તેવી સંભાવના છે. રાજસ્થાન, હરિયાણા અને પ. ઉત્તર પ્રદેશમાં બાજરીનો ગ્રોથ સામાન્ય ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં પણ વાવણીનો વિસ્તાર સરેરાશ છે. રાજસ્થાન એ બાજરીનું પ્રમુખ રાજ્ય છે. રાજસ્થાનમાં બાજરીનું વાવેતર ૩૭ લાખ હેક્ટરમાં પહોંચ્યું છે. જે ગત વર્ષે ૩૭.૨૨ લાખ હેક્ટર હતું. દેશમાં બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર એ ૭૪.૪૦ લાખ હેક્ટર છે. ૨૦૧૮માં બાજરીનો ટેકાનો ભાવ પ્રતિ Âક્વન્ટલ ૧,૪૨૫ રૂપિયા જ હતો. બાજરીના ઘટતા જતા વાવેતર વિસ્તારને પગલે સરકારે ૨૦૧૯ના ટેકાના ભાવમાં ૫૨૫ રૂપિયાનો સીધો વધારો કરતાં ભાવ પ્રતિ Âક્વન્ટલ રૂપિયા ૧,૯૫૦ જાહેર થયા હતા. જેને પગલે ખેડૂતોમાં પણ બાજરીના પાક પ્રત્યે રસ વધ્યો છે. બાજરીની વાત કરીએ તો રાજસ્થાનમાં ગત વર્ષે ૩૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. સરકારે ગત વર્ષે એકસાથે બાજરીના ટેકાના ભાવમાં વધારો કરતાં આ વર્ષે ટેકાના ભાવમાં સામાન્ય વધારો કરાયો છે.

સરકારી એજન્સી હાફેડ પાસે બાજરીનો સ્ટોક ઉપલબ્ધ


ખરીફ બાજરાની નવી આવક સપ્ટેમ્બર મહિનામાં તૈયાર થઈને આવશે જ્યારે ઓકટોબરમાં આવક વધશે. હરિયાણા અને રાજસ્થાનમાં સૌ પ્રથમ આવતી આવક સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં આવે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ માટે ૬.૫૦ લાખ ટન બાજરીની જરૂરિયાત સામે હાલમાં સ્ટોક ૩ લાખ ટનની આસપાસ છે. સરકારી એજન્સી હાફેડ પાસે બાજરીનો સ્ટોક ઉપલબ્ધ છે. ખેડૂતો અને સ્ટોકિસ્ટો પાસે માંડ ૧.૫૦ લાખ ટનની આસપાસ જથ્થો હશે. માગ પ્રમાણે બાજરીની બજારમાં આવક ન આવતાં ભાવમાં સુધારો થઈ રહ્યો છે. બાજરી એ ભારતનો મૂળ ખોરાક છે જ્યારે ઘઉં એ ગુજરાતના લોકોનો મૂળ કે પરંપરાગત ખોરાક નથી. ગુજરાતમાં આ સિઝનમાં બાજરીનું ઉત્પાદન ૧ લાખ ટન ઘટકાં ભાવ વધીને ૪૫૦થી વધુ થયા હતા. ગુજરાતમાં પોણા દાયકા પહેલાં બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૭થી ૮ લાખ હેક્ટર હતો. જેમાં મોટો ઘટાડો થયો છે.ઘઉંના સ્થાને શહેરી વિસ્તારોમાં બાજરીના રોટલા ખાવાનું પ્રમાણ વધતાં તેનો વપરાશ પણ વધ્યો છે. ધાન્યપાકોમાં બાજરીએ ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી અગત્યનો ધાન્યપાક છે. દેશમાં બાજરીમાં વાવેતરની દૃષ્ટીએ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમાંકનું રાજ્ય છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં હાઈબ્રિડ બાજરાનું જ વાવેતર થાય છે. ગુજરાતમાં બાજરીનું હેક્ટરદીઠ સરેરાશ ઉત્પાદન ૧૯૬૦-૬૧માં વર્ષ દરમિયાન ૩૭૬ કિલોગ્રામ હતુ. આજે વધીને ૧,૧૦૦ કિલોએ પહોંચ્યું છે.

ધાન્યપાકોના ઉત્પાદનમાં બાજરીનો ૧૦ ટકા

બીજા ધાન્યપાકોની સરખામણીએ બાજરાનો પાક ખૂબ જ વિવિધતા ધરાવતા વાતાવરણમાં લઈ શકાય છે. ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં બાજરાનું વધતું ઓછું વાવેતર થાય છે.રાજ્યમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પૂર્વ શિયાળુ એમ ત્રણેય ઋતુંમાં થાય છે. ગુજરાતમાં ઓછઓ વરસાદ, સિંચાઈના પાણીનો અભાવ અને પિયત સિંચાઈના પાણીના તળ ઊંડા જતાં બાજરીના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. ધાન્યપાકોમાં ઘઉં અને ચોખા બાદ એશિયા અને આફ્રીકમાં એક અલગ ભૂમિકા છે.બાજરીની અત્યારસુધીમાં અલગ અલગ ૬૦૦૦ વેરાયટી જુદાજુદા કલરમાં જાવા મળી છે. બાજરીનું સૌથી મોટું માર્કેટએ નોર્થ અમેરિકા, યુરોપ, એશિયા પેસિફિક, લેટિન અમેરિકા અને મીડલ ઇસ્ટ તેમજ આફ્રિકા છે. તમામ પ્રકારની બાજરીની વાવણી આફ્રીકા , ચીન અને ભારતમાં થાય છે. ધાન્યપાકોના ઉત્પાદનમાં બાજરીનો ૧૦ ટકા હિસ્સો છે.
દેશમાં બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર ઘટ્યો હોવાનું મુખ્યા કારણ તેના ભાવ છે. બાજરીની હેક્ટરદીઠ ઓછી ઉત્પાદકતા વચ્ચે ભાવ પણ ઘઉંની તુલનાએ નીચા રહેતા હોવાથી ખેડૂતો આ પાકનું વાવેતર ઓછું કરતા હતા. સરકારે આ પાકનું વાવેતર વધારવા માટે ટેકાના ભાવમાં સાગમટે ૩૬ ટકાનો વધારો કરતાં ઉનાળામાં બાજરીના ભાવ ઘઉંથી પણ ઊંચા ગયા હતા. બાજરીનું વાવતેર આ ખરીફ સિઝનમાં પણ ઘટે તેવી પૂરી સંભાવના છે. હાલમાં સતત માગ વધી રહી છે. આ Âસ્થતિમાં ખેડૂતોને સારા ભાવ મળે તેવી સંભાવના છે. રાજસ્થાનમાં બાજરીના વાવેતરમાં ગાબડું પડ્યું છે.

ગુજરાતમાં સરેરાશ બાજરીના વાવેતર વિસ્તારમાં વધારો


ગુજરાતમાં સૌથી વધારે બાજરીની ખેતી ઉનાળામાં થાય છે. ખેડૂતોએ બાજરીના વાવેતરની પાકની પેટર્ન જ બદલી કાઢી છે. બાજરી એ ખરીફ સિઝનનો પાક છે. ગુજરાતમાં હવે ત્રણેય સિઝનમાં બાજરીનો પાક લેવાય છે. સૌથી વધારે વાવેતર ઉનાળામાં થાય છે. જેનું મુખ્ય કારણ હેક્ટરદીઠ ઉત્પાદકતા છે. ચોમાસામાં વરસાદને પગલે પાકમાં રોગજીવાત વધવાની સાથે બગાડનો પ્રશ્ન રહે છે. જેને પગલે ખેડૂતોને નુક્સાન ભોગવવું પડે છે. જ્યારે ઉનાળામાં પાણીની સુવિધા હોય તો સૌથી ઊંચું ઉત્પાદન આ પાક આપતો હોવાથી ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર વધારી દીધું છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં ૧.૬૩ લાખ હેક્ટરમાં બાજરીનો પાક થાય છે. હાલમાં આ વાવણીનો આંક પૂર્ણ થઈ ગયો છે. બાજરીના ઊંચા ભાવને પગલે ખેડૂતોએ બાજરીનો વાવેતર વિસ્તાર વધાર્યો છે. ઉનાળામાં પણ ખેડૂતોએ બાજરીનું વાવેતર વધાર્યું હતું. બાજરીનું વાવેતર વધવાનું મુખ્ય કારણ ખેડૂતોને મળતા ઊંચા ભાવ છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધારે વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થાય છે. અત્યારસુધીમાં ત્યં ૮૩ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં વાવણીનો આંક ૯૨ હજાર હેક્ટરે પહોંચ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ૨૩ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ પણ ૩૫ હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર કર્યું છે. જેમાં માત્ર ભાવનગરમાં ૨૪ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

READ ALSO :

Related posts

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

ટામેટાં બાદ હવે ડુંગળીનો વારો, ખાનાર ચૌંધાર આંસુએ રડશે

Karan

ગુજરાતમાં કપાસની નવી આવક શરૂ, મુહૂર્તમાં પડ્યો રૂનો આ ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!