મહેસાણાની દૂધ સાગર ડેરીમાં ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો બેઠક યોજાઈ હતી. વિપુલ ચૌધરી ચેરમેન ન હોવા છતાં પણ સ્ટેજ પર હાજર જોવા મળતા લોકોમાં આશ્વર્ય જોવા મળ્યુ હતુ. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 59 મી વાર્ષિક સાધારણ સભામાં મહત્વના નિર્ણય લેવાયા છે. જેમાં પશુપાલકોને રૂપિયા 160 કરોડ ભાવ વધારો આપવાની જાહેરાત થઈ છે. જેનો ઉત્તર ગુજરાતમાં છ લાખ પશુપાલકોને લાભ થશે.
ગત વર્ષે 120કરોડ ભાવ વધારો પશુ પાલકો ને આપ્યો હતો..જેમાં 25 ટકાનો વધારો કરાયો છે. આજની સાધારણ સભામાં વર્ષ 2019-20 નું અંદાજપત્ર રજૂ કરાયું મલ્ટી સ્ટેટ કો.ઓપ. સોસાયટી એકટ 2002 હેઠળ રજીસ્ટ્રેશન અંગે કાર્યવાહી હાથ ધરવા ઠરાવ કરાયો. દૂધ સંઘના બાકી લેણા ની વસુલાત અંગે ઠરાવ કરાયો.
READ ALSO
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો