દૂધનું સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારૂ માનવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામીન ડી, પોટેશિયમ સહિત કેટલાય પોષક તત્વો હોય છે. દૂધને હંમેશા સારૂ સ્વાસ્થ્ય, મજબૂતી અને શારીરિક વિકાસ સાથે તેને જોડાવામાં આવે છે. દૂધથી હાડકા પણ મજબૂત થાય છે. તેવું પણ માનવામાં આવે છે.
જો કે, સંશોધન કર્તાઓ આ બાબતે જરાં અલગ વિચારે છે. તેમનું માનવું છે કે, દૂધને સુપર ફૂડ તરીકે જોવું તે યોગ્ય નથી. તેમનું માનવું છે કે, દૂધ પીવુ શરીર માટે સારી બાબત છે. પણ વધારે પડતુ દૂધ શરીર માટે નુકસાન પણ કરે છે.

અમેરિકાના સ્ટેનફોર્ડ પ્રીવેંશન રિસર્ચ સેન્ટરના પ્રોફેસર અને ન્યૂટ્રિશિયન શોધકર્તા ક્રિસ્ટોફર ગાર્ડનરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, ડેયરી પ્રોડક્ટ્સમાં કોઈ પણ એવા અનોખા પોષક તત્વો નથી, જે અન્ય કોઈ વસ્તુમાં નથી જોવા મળતા. એ વાત સત્ય છે કે, દૂધ દ્વારા કેલ્શિયમ સરળતાથી મળી શકે છે. જો કે, અન્ય પણ એવી કેટલીય વસ્તુઓ છે, જેમાંથી કેલ્શિયલમ મળી રહે છે.

એક મેડિકલ સંશોધન પત્રમાં છપાયેલા સ્ટીડ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મજબૂત હાડકા માટે દૂધ એ કંઈ જાદુઈ ગોળી નથી.જે દેશોમાં દૂધનું સૌથી વધારે સેવન થાય છે, ત્યાં પણ ફેક્ટરના કિસ્સાઓ તો છે જ ! દૂધ ઉપરાંત અન્ય ચીજો પણ હાડકાને મજબૂત બનાવે છે.
આ સંશોધનમાં સામે આવ્યુ છે કે, લંબાઈ વધતાની સાથે સાથે હાડકાના ફેક્ચર થવાનો પણ ખતરો રહે છે. શોધકર્તાનું કહેવુ છે કે, દૂધમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે, પણ આ જ તત્વો અન્ય વસ્તુમાંથી પણ મળી શકે છે.

અમુક લોકોને દૂધની એલર્જી પણ હોય છે. જેને લેક્ટોઝ ઈનટોલેરેંસ પણ કહેવાય છે. આવા લોકો ડેયરી પ્રોડ્કટ્સમાં મળતા લેક્ટોઝને પચાવી શકતા નથી. તથા દૂધ પીવાથી પેટ ફૂલવું અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યા આવવા લાગે છે.
એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, દુનિયાભરમાં લગભગ 65 ટકા લોકોને લેક્ટોઝથી પીડાય છે. બજારમાં લેક્ટોઝ ફ્રી મિલ્ક પણ મળે છે. પણ નિષ્ણાંતો આવા લોકોને ડાયટમાં સોયા પ્રોડ્ક્ટ્સ અને કેલ્શિયમના અન્ય સ્ત્રોત જેમ કે, ઓરેન્જ જ્યૂસ, ટોફૂ અને લીલા પાનવાળા શાકભાજી પણ સામેલ કરવાની સલાહ આપે છે.

દૂધ અને બિમારીઓ-
હેલ્થ એક્સપર્ટનું જણાવવું છે કે, દૂધની વધારે માત્રા ગંભીર બિમારીઓ પણ લાવે છે. ખાસ કરીને ગાયનું દૂધ પીતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ.
લેખક વિલ્લેટ અને લુડવિગે પોતાના સંશોધનમાં સમીક્ષા કરતા ટાંક્યુ છે કે, ડેરી પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને મહિલામાં એંડ્રોમેટ્રિયલ કેન્સરનો ખતરો પણ વધારે છે. જો કે, તેના પર હજૂ વધારે સંશોધન થવાનું બાકી છે.

હ્દયની બિમારી અને બ્લડ પ્રેશર
ફૂલ ક્રિમવાળા મિલ્કમાં સૈચુરેટેડ ફૈટ અને સોડિયમની માત્રા વધારે હોય છે. આ બંને વસ્તુઓ દિલ અને બ્લડ પ્રેશર માટે સારી નથી. શોધકર્તાઓ લો ફેટ મિલ્ક પીવા અને બાકીના પોષક તત્વોની ભરપાઈ અન્ય ફૂડ્સમાથી કરવાની સલાહ આપે છે.
READ ALSO
- નારાજ કે રાજી/ આદિવાસી પટ્ટાનું રિઝલ્ટ ઘણા નેતાઓનું રાજકારણ પુરૂ કરી દેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટ્ટામાં આ છે પરિણામ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ