GSTV

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મુખ્ય શહેર પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ફાયરિંગ કર્યું. જોકે, આ ફાયરિંગમાં કોઇ સુરક્ષા જવાનોના ઘાયલ થવાના અહેવાલો નથી. આ ઘટના બાદ આતંકવાદીઓને ઝડપી પાડવા માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

એક આતંકવાદી ઠાર મરાયો હતો

આ પહેલા મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે 15 કલાક સુધી અથડામણ ચાલી હતી. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ગ્રુપના અન્ય કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં સક્રિય છે અને તેમને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.

READ ALSO

Related posts

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel

ચુડા તાલુકાની 13 વર્ષની સગીરા પર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, બોટાદની હોસ્પિટલમાં કરાવ્યો ગર્ભપાત

Pravin Makwana

વાળને સુંદર અને ચમકદાર બનાવવા રોજિંદા જીવનમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જલ્દી થશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!