બોલીવૂડ એક્ટર મિલિંદ સોમન એક્ટિંગની સિવાય પોતાની ફિટનેસને લઈને ઓળખાય છે. તે ફિટનેસને લઈને યૂથને અવેયર કરતા પણ નજરે આવતો રહે છે. 53 વર્ષના મિલિંદ સોમન પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. હાલમાં તેમણે પોતાની એક ફોટો શેર કરી છે. જેને જોઈને દરેક લોકો ચોંકી જાય છે. ફોટામાં તે પોતાની પીઠ પર 12 કિલોનો વજન ઉપાડીને 2 ડિગ્રી સેલ્સિયસ ઠંડા પાણીમાં ચાલતા નજરે આવી રહ્યાં છે.
તેના કેપ્શનમાં તેમણે લખ્યું તે આઈસલેન્ડમાં 10 દિવસ પહેલા ડાઈવની તૈયારી માટે 12 કિલો બેગપેકની સાથે અંડર વોટર રનિંગ. સાચી તૈયારી સાથે બધુ જ સંભવ છે ત્યાં સુધી કે 2 ડિગ્રી સેલ્સિયસમાં ફ્રી ડાઈવ પણ. પોતાના લક્ષ્યને સમજો અને પ્રાથમિકતા નક્કિ કરો, તમારો ઉદ્દેશ પૂરો થશે.
આ સિવાય મિલિંદ પત્ની અંકિતા કંવરની સાથે પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં આ કપલ ફરવા માટે લેહ આવ્યું હતુ. ચે દરમિયાન તેમના ફોટાઓ અને વીડિયો વયરલ થયા હતા. મિલિંદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમા બંને એકબીજાને કિસ કરતા નજરે આવી રહ્યાં છે. મિલિંદ સોમન અને અંકિતા કંવરે ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં ખૂબ જ મોટું અંતર હોવાના કારણે બંનેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે. થોડા સમય પહેલા બંનેએ ટ્રોલર્સને કડકાઈ ભર્યો જવાબ આપ્યો હતો.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….