GSTV

દિલ્હીના મિલિન્દ કુમારે કરી આક્રમક બેટિંગ, માત્ર 49 બોલમાં 14 સિક્સર સાથે 141 રન ફટકાર્યા

Last Updated on September 10, 2020 by pratik shah

આમ તો આ વાત કોઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ કે આઇપીએલની નથી પરંતુ ક્રિકેટમાં આ પ્રકારની ફટકાબાજી ઘણી  ઓછી જોવા મળે છે. દિલ્હીમાં રમાતી રાજ રાણી મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિલિન્દ કુમારે અત્યંત આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 49 બોલની વિસ્ફોટક ઇનિંગ્સમાં 14 સિક્સર  અને દસ ચોગ્ગા સાથે 141 રન ફટકારી દીધા હતા. આ સાથે તેની રણ સ્ટાર ક્લબે યુથ ક્લબની ટીમને ચાર વિકેટે હરાવી દીધી હતી.

યુથ એકેડમીએ પહેલા બેટિંગ કરીને 38.1 ઓવરમાં 293 રન ફટકાર્યા હતા. આર્યન કપૂરે 85 અને લોકેશ ગેઇટે 62 રન ફટકાર્યા હતા. કાર્તિક પવારે બે વિકેટ લીધી હતી.

રણ સ્ટાર ઇલેવને તો માત્ર 35.3 ઓવરમાં જ ટારગેટ વટાવી દીધો હતો. મિલિન્દ કુમારે તો ઝંઝાવાત સર્જ્યો હતો. તેણે 49 બોલમાં 141 રન ફટકાર્યા હતા જેમાં 14 સિક્સર સામેલ હતી. તેમાં ય તેણે  17મી ઓવરમાં તો સળંગ પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી. ઉત્તર પ્રદેશના રણજી ક્રિકેટર અભિષેક ગોસ્વામીએ માત્ર 35 બોલમાં 58 રન ફટકાર્યા હતા.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!