GSTV
Home » News » કોંગ્રેસમાં નવો વિવાદ, પાર્ટી લાઈનથી અલગ થઈને મિલિંદ દેવડાએ કર્યુ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નું સમર્થન

કોંગ્રેસમાં નવો વિવાદ, પાર્ટી લાઈનથી અલગ થઈને મિલિંદ દેવડાએ કર્યુ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નું સમર્થન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસે તો દૂરી બનાવી રાકી હતી પરંતુ કોંગ્રેસી સાંસદ સરકાર સાથે ઉભા રહેલાં જોવા મળ્યા હતા. હકીકતમાં કોંગ્રેસનાં મુંબઈનાં અધ્યક્ષ મિલિંદ દેવડાએ પીએમ મોદીનાં આ વિઝનના વખાણ કર્યા હતા.

એક રીતે મિલિંદે પાર્ટીનાં વિરોધ છતાં  મુદ્દે સમર્થન આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. જોકે, દેવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુકે, 70 વર્ષની ચૂંટણી યાત્રાએ અમને શીખવાડ્યુ છેકે,ભારતીય મતદાતા રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અંતર રાખી શકે છે. આપણા લોકતંત્રની આ જ સુંદરતા છેકે આપણે આવું વિચારી શકીએ છીએ.

આ જ શબ્દો સાથે તેમણે પીએમ મોદીની દૂરદ્રષ્ટિનું સન્માન કરતાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનું સમર્થન કર્યુ હતુ. એક દેશ, એક ચૂંટણીના મિશન સાથે પીએમ મોદીએ બધાજ પક્ષોની બેઠક કરી હતી. જોકે, આ બેઠકમાં કોંગ્રેસ સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી ન હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સિવાય DMK નેતા સ્ટાલિન, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, કે. ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ હાજર રહ્યા ન હતા. જ્યારે NCP પ્રમુખ શરદ પવાર, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને ભાકપા મહાસચિવ એસ. સુધાકર રેડ્ડી પ્રધાનમંત્રી દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!