GSTV

Video: સુશાંતને ખરાબ અભિનેતા કહેનાર KRK નો ‘અસલી ચહેરો’, મિલાપ ઝવેરીએ વીડિયો શેર કરી કર્યો પર્દાફાશ

Last Updated on July 4, 2020 by Ankita Trada

‘મર જાવાં’ અને ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મ્સના ડિરેક્ટર મિલાપ ઝવેરીએ કેટલીક વીડિયો ક્લિપ્સ શેર કરી કમલ રાશિદ ખાન(KRK.)ને નિશાન બનાવ્યા છે. મિલાપે કે.આર.કે. ની બે ક્લિપ્સવાળો એક વિડિયો શેર કર્યો છે. પહેલી ક્લિપ ત્યારની છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ રિલીઝ થઈ હતી અને KRK એ તેની સમીક્ષા કરીને સુશાંતના કામની ખૂબ ટીકા કરી હતી. જ્યારે બીજી ક્લિપ ત્યારની છે જ્યારે કે.આર.કે.એ સુશાંતના મૃત્યુ પછી તેને શ્રદ્ધાંજલિ પાઠવવા એક વિડિયો શેર કર્યો હતો. વીડિયોમાં KRK કહે છે કે “મારા મતે સુશાંતસિંહ રાજપૂતને અભિનય આવડતો નથી અને એકતા કપૂર જેવાને આ બાબત પર દંડ થવો જોઈએ કે જેમણે તેને એક્ટર બનાવ્યો.

દુનિયા રહેશે ત્યાં સુધી તેને યાદ કરવામાં આવશે

સાજીદ નડિયાદવાલા જેવા લોકોને પણ દંડ થવો જોઈએ જે તેને 8 કરોડ રૂપિયા આપે છે. ત્યારબાદ એક વીડિયો સામે આવ્યો જેમાં KRK.એ સુશાંતના મોત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કમલ રાશિદ ખાને આ વીડિયોમાં જણાવ્યું કે “જ્યાં સુધી દુનિયા રહેશે, ત્યાં સુધી તેને યાદ કરવામાં આવશે. જ્યાં સુધી બોલિવૂડ યથાવત્ રહેશે ત્યાં સુધી આ સવાલ પૂછવામાં આવશે કે સફળતા મળ્યા પછી પણ 34 વર્ષના આ છોકરાએ આત્મ હત્યા કેમ કરી? સુશાંત આજે હું અત્યંત દુખી છું અને તને યાદ પણ કરું છું.

કે.આર.કે.નો અસલી ચહેરો

મિલાપ ઝવેરીએ આ વિડિયો શેર કરતી વખતે લખ્યું કે “આ બનાવટી અને સસ્તા કે.આર.કે.નો અસલી ચહેરો છે. આજે તે તેના ખોટા આંસૂથી સંવેદના મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

READ ALSO

Related posts

Kim Kardashianના પડોશીઓની ફરિયાદ, કીમના બંગલામાં થતું આ કામ કરાવો બંધ : તેના ઘરમાં છે અકલ્પનિય સુવિધાઓ

Vishvesh Dave

ટેક્સ ચોરીના આરોપ પછી સોનુ સૂદનું મોટું નિવેદન: કહ્યું- બે પાર્ટીઓ તરફથી રાજ્યસભાની ઓફર, મારી પાસે છુપાવવા માટે કઇ નથી

Zainul Ansari

BIG BREAKING: પોનોગ્રાફી કેસ મામલે બિઝનેસમેન રાજકુંન્દ્રાને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!