GSTV

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Last Updated on September 25, 2021 by Zainul Ansari

ઈટાલીનું શહેર મિલાન ફેશનની દુનિયામાં મોટું નામ ધરાવે છે. ત્યાં ફેશન વીક ચાલી રહ્યું છે. એ દરમિયાન વિવિધ મોડેલોએ વિવિધ પ્રકારના વસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું. મિલાન ફેશન વીકની શરૃઆત 1958માં થઈ હતી. જગતના ચાર મોટા ફેશન વીકમાં તેનો સમાવેશ થાય છે. અન્ય 3 પ્રખ્યાત ફેશન વીક લંડન, ન્યૂયોર્ક અને પેરીસના છે.

નેશનલ ચેમ્બર ઓફ ઈટાલિયન ફેશન આ કાર્યક્રમનું આયોજન કરે છે. એક વીકમાં સામાન્ય રીતે 40 શો યોજાતા હોય છે. 21મી સપ્ટેમ્બરે શરૃ થયેલું વીક 27મી સપ્ટેમ્બરે પુરું થશે.

અંગ્રેજી ગાયીકા ડુએ લીપા, અમેરિકન મોડેલ ગીગી હેદીદ વગેરે આ વખતના ફેશન વીકમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું અને વિવિધ ફેશનેબલ વસ્ત્રો રજૂ કર્યા હતા.

અરમાની જગવિખ્યાત બ્રાન્ડ છે. એ બ્રાન્ડનો 40મો જન્મદિવસ પણ આ વીક દરમિયાન ઉજવાયો હતો. આરમાની એ ઈટાલિયન બ્રાન્ડ છે એટલે મિલાન ફેશન વીકમાં તેનો દબદબો હોય એ સ્વાભાવિક છે. ચારેય ફેશન વીકમાં મોટે ભાગે જે-તે દેશની મુખ્ય બ્રાન્ડ્સ જ પ્રદર્શિત થતી હોય છે. જેમ કે પેરીસમાં હર્મ્સ, ન્યૂયોર્કમાં ડોના કરન.. વગેરે.

નવી ફેશન માર્કેટમાં ઉતારવા માંગતા વેપારીઓ વસ્ત્રો તપાસે, પસંદ કરે એમાં સમય લાગે એટલા માટે ફેશન કાર્યક્રમ એક વીક સુધી ચલાવાય છે.

સામાન્ય રીતે વર્ષમાં બે વખત ફેશન વીકનું આયોજન થતું હોય છે. પ્રથમ આયોજન ફેબ્રુઆરીમાં થાય, બીજું સપ્ટેમ્બરમાં. જોકે કોરોનાને કારણે અમુક ફેશન વીકના શેડ્યુલ ખોરવાયા હતા. મિલાન ફેશન વીક પણ 19 મહિના રોકાયેલું રહ્યું હતું.

ફેશન વીક એ જાહેર કાર્યક્રમ નથી. એટલે કોઈ તેમાં ટીકિટ ખરીદીને હાજર રહી શકતો નથી. એમાં આવનારા સૌ કોઈ આમંત્રણથી જ આવી શકે છે. ફેશન શો પુરો થાય પછી મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ પણ ફેશન વીકનું બીજું મોટું આકર્ષણ છે.

ફેશન વીકમાં રેમ્પ પર મોડેલ્સ વોક કરીને જે વસ્ત્રો રજૂ કરે એ સામાન્ય રીતે ખાસ લોકો માટે જ હોય છએ. કેમ કે સરેરાશ નાગરિકો આવા કોઈ વસ્ત્રો પસંદ કરતા નથી.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!