GSTV
Home » News » PM મોદીને મળ્યા માઈક પોમ્પિયો, શું ઈરાન- આતંકવાદ મુદ્દે બનશે વાત?

PM મોદીને મળ્યા માઈક પોમ્પિયો, શું ઈરાન- આતંકવાદ મુદ્દે બનશે વાત?

ઈરાન સંકટ, આતંકવાદના પડકાર વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો ભારત પહોચ્યા છે. માઈક પોમ્પિયો કાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા અને આજે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમની સાથે વિદેશમંત્રી એસ.જયશંકર, NSA અજીત ડોભાલ પણ હતા.

ભારત અને અમેરિકાની વચ્ચે કેટલાંય મુદ્દાઓ પર વાત થવાની છે તેવામાં દરેકની નજર આના પર છે. આ બેઠકમાં G-20માં થનાર ડોનાલ્ડ ટ્રંપ અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો એજન્ડો નક્કિ હશે.

ભારત આતંકવાદ, ઈરાન અને એન્ટી મિસાઈલ સિસ્ટમ S-400 પર પોતાની સલાહ આપશે. અમેરિકા રૂસ સાથે S-400 ખરીદવા પર ભારતની કોશિશોનો વિરોધ કરી રહ્યું છે અને ભારત પર પ્રતિબંઘની ધમકી આપી છે.

શું છે માઇક પોમ્પિઓનો કાર્યક્રમ?

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મળ્યા માઇક પોમ્પિઓ
  • અજિત ડોવેલને મળ્યા
  • વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળશે બપોરે 12 વાગ્યે
  • પ્રેસ સાથે વાતચીત, બપોરે 1 વાગ્યે
  • ભારત પોલિસી સ્પીચ, સાંજે 7 વાગ્યે

ભારત અને અમેરિકા વચ્ચે ખાસ કરીને એસ-400 મિસાઈલ સોદો અને એચ-1 બી વિઝા મુદ્દો મહત્વનો છે. બંને દેશ પોતપોતાના તર્ક આપીને વાત મનાવવામાં લાગ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત કેટલાક વૈશ્વિક સંકટો સાથે શરૂ થઈ છે. જેમાં સૌથી મોટી પરેશાની અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી રહેલો તણાવ છે. જેની સીધી અસર તેલ પર પડી રહી છે. આ તણાવ ભરેલા માહોલ વચ્ચે અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તણાવ ઓછો કરવાની કોશિશ કરી હતી. ભારત આતંકવાદ, ઈરાન અને એન્ટી મિસાઈલ એસ-400 પર પોતાનું વલણ અમેરિકાને જણાવશે.

માઈક પોમ્પિયોએ કરી એસ.જયશંકર સાથે મુલાકાત

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે મુલાકાત કરી. બંને સમકક્ષ નેતાઓ વચ્ચે જવાહરલાલ નહેરુ ભવનમાં આવેલા વિદેશ મંત્રાલયમાં મુલાકાત થઈ હતી.

વાત બનશે કે બગડશે?

ભારત અને અમેરિકા વચ્ચે તણાવનુ મુખ્ય કારણ ઈરાન છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી તેલ ન ખરીદે અને ભારતનુ વગર તેલે કામ થવુ મુશ્કેલ છે. સાથે જ તેમણે રૂસ સાથે મિસાઈલ કરાર કરવાની ના પાડી છે પરંતુ ભારતને તે ના ગમ્યુ.

READ ALSO

Related posts

દેશ આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિથી સંઘર્ષ કરી રહ્યો છે: કોંગ્રેસ

Path Shah

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!