GSTV
Home » News » S-400 મિસાઈલ મામલે ભારતનાં તીખા તેવર: અમેરિકાને કહ્યું- અમે તે જ કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

S-400 મિસાઈલ મામલે ભારતનાં તીખા તેવર: અમેરિકાને કહ્યું- અમે તે જ કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

બે દિવસનાં ભારત પ્રવાસે આવેલા અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન ભારતનાં રશિયા સાથેનાં એસ-400 મિસાઇલ સિસ્ટમ કરાર અને અન્ય રક્ષા કરાર પર ચર્ચા કરવામા આવી હતી. આ દરમિયાન ભારતે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે, આપણે તે કામ જ કરીશું, જે રાષ્ટ્રહિતમાં હોય.

બન્ને રાષ્ટ્રોનાં વિદેશ પ્રધાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન જયશંકરને પુછવામાં આવ્યું કે શું અમેરિકાનાં કાટ્સા કાયદાની અસર ભારત-રશિયા એસ-400 કરાર પર અસર કરશે? તો જય શંકરે જણાંવ્યું કે,અનેક દેશો સાથે આપણા સંબંધો છે, અમારી અનેક ભાગીદારીઓ છે, તેમજ ઇતિહાસ છે. અમે તે જ કરીશું, જે અમારા દેશનાં હિતમાં રહેશે. જેનો એક ભાગ દરેક દેશની સ્ટ્રૈટેજીક પાર્ટનરશીપ પણ છે. જે હેઠળ બીજા દેશોનાં હિતને પણ સમજવુ અને સરાહવું પડશે.

જીત બદલ વડાપ્રધાનને પાઠવી શુભેચ્છા

વિદેશ મંત્રાલયનાં જણાંવ્યા પ્રમાણે,પોમ્પિયોએ પીએમ મોદીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વતી લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છઆ પાઠવી હતી. મોદીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, ભારત-અમેરિકાની સાથે રણનીતિક ભાગીદારીને વધારે મજબૂત કરવી છે. અમે દ્વિપક્ષીય સંબંધોનાં માધ્યમથી વેપાર, અર્થવ્યવસ્થા,ઉર્જા અને સંરક્ષણને મજબૂત કરીશું. આ મામલે પોમ્પિયોએ ભારતને વિશ્વાસ અપાવ્યો કે અમેરિકા ભારત સાથે મળીને કામ કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે.

મુદ્દા ઉકેલવા માટે રસ્તા મળી જાય છે – પોમ્પિયો

રશિયા સાથે એસ-400 કરાર અને વ્યાપારીક મુદ્દા પર પોમ્પિયોએ જણાંવ્યું કે, ક્યારેય કોઇ એવો ભાગીદાર નથી મળ્યો, જ્યાં અમારી વચ્ચેનાં મુદ્દા ઉકેલવા માટે રસ્તો ન મળ્યો હોય. અમે પ્રયાસો કરીશું કે પોતાનાં દેશ માટે સુરક્ષા વ્યવસ્થા કરી શકીએ અને અમે ઇચ્છીએ છીએ કે ભારત પણ આવું કરવામાં સફળ રહે.

પોમ્પિયોએ ડોભાલ સાથે પણ ચર્ચા કરી

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે, પોમ્પિયો એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પોમ્પિયોએ જણાંવ્યું કે,એચ1-બી વિઝા, રશિયા પાસેથી ભારતનાં એસ-400 મિસાઇલ કરાર સહિત બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર મામલે પણ વાતચીત કરવામાં આવી હતી.

G-20 સમીટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત

પોમ્પિયો ભારત પ્રવાસ દરમિયાન જયશંકર સાથે જાપાનનાં ઓસાકામાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે થનારી દ્વિપક્ષીય મુલાકાતનાં એજન્ડાને અંતિમ ઓપ આપશે. મોદી અને ટ્રમ્પ 28-29 જૂને જી-20 શિખર સંમેલનમાં હાજર રહેવા માટે જાપાનનાં ઓસાકા જશે. આ દરમિયાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ બેઠક થવાની છે. જયશંકર અને પોમ્પિયો પણ આ બેઠકમાં હાજર રહેશે.

READ ALSO

Related posts

દિલ્હીની ચૂંટણી જીતવા કેજરીવાલે એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી દીધું છે પણ બસ ‘પાણી’ તેમને નડી જાય તો નવાઈ નહીં

Mayur

NRC મામલે અમિત શાહનો સંસદમાં મોટો ખુલાસો, ધર્મના આધારે નહીં કરાય કોઈની સાથે ભેદભાવ

Mayur

બેન્કોના 90 હજાર કરોડ સલવાયા, આરબીઆઈએ આ બે કંપનીઓ સામે આ કાર્યવાહી કરવાનો લીધો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!