GSTV
Bollywood Entertainment Photos Trending

મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ

મિકાસિંહ હાલમાં પોતાના શો ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે મિકાસિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ સુંદરતામાં તો પોતાના ચાર ચાંદ લગાવી દીધા છે પરંતુ બોલ્ડનેશની બાબતમાં પણ બે કદમ આગળ છે. આકાંક્ષાની બોલ્ડનેશને જોતાં જ બધાના હોશ ઊડી ગયા છે. તેણે સ્વિમિંગ પુલમાં એવા કિલર પોઝ આપ્યા છે જેને જોતાં જ બધાના હોશ ઊડી ગયા છે. હાલમાં જ મીકા સિંહ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહેલી આકાંક્ષા પુરી ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેના લાઇમલાઇટમાં આવવાનું કારણ મીકા નહીં પરંતુ તેની બોલ્ડ સ્ટાઇલ છે, જેની એક ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

દર વખતની જેમ આ વખતે પણ બ્લેક મોનોકિનીમાં આકાંક્ષાએ તબાહી મચાવી છે. હસીના જ્યારે આ બોલ્ડ અંદાજમાં પૂલમાં ઉતરી ત્યારે પાણીમાં પણ આગ પકડી લીધી હતી. તેમની આ સ્ટાઈલમાં લોકોના દિલ ઘાયલ થઈ ગયા છે. તેની આ બોલ્ડ સ્ટાઈલિશ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

આકાંક્ષા પુરી કેટલી બોલ્ડ છે તે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને જ ખબર પડી જાય તેમ છે. આકાંક્ષા પુરીની સ્ટાઈલ એટલી લાજવાબ છે કે આ મોનોકિનીમાં તેનો લુક જોઈને જ ખબર પડે છે. આકાંક્ષા ડાર્ક બ્લેક આઈ મેક-અપ, ગોલ્ડન ઈયરિંગ્સ, ભીના વાળ સાથે મોનોકિની શ્રગમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

આકાંક્ષા પુરીએ બ્લેક મોનોકિનીમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રીના ચાહકો પણ દિલ હારી રહ્યા છે. તેની આ કિલર સ્ટાઈલ જોઈને લોકો આહ ભરી રહ્યા છે. તો કોઈ દિલ પકડીને બેસી ગયા છે. આ ફોટો પરથી સ્પષ્ટ છે કે આકાંક્ષા બોલ્ડનેસ પર બધાને માત આપવા માટે તૈયાર છે.

મિકા સિંહે હાલમાં જ આકાંક્ષા પુરીને પોતાની સાથી તરીકે પસંદ કરી છે, જોકે બંનેએ લગ્ન કર્યા નથી કારણ કે તેઓ થોડો સમય સાથે વિતાવવા માંગે છે. આવી સ્થિતિમાં બંને ઘણીવાર એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળશે. હવે બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV