બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી એક વાર હેડલાઇન્સમાં છે. તેણે ટવીટ કર્યું હતું કે ખેડૂત આંદોલનમાં જોડાનારી વૃદ્ધ મહિલાને સીએએ પ્રોટેસ્ટની બિલકિસ બાનો ગણાવી હતી. તેના ટવિટ બાદ આ મામલો વધુ ચગ્યો છે અને અભિનેતા તથા સિંગર દિલજીત દોસાંઝ સાથે તેની ઉગ્ર તકરાર થઈ. હવે મિકા સિંહે કંગના રનૌતના નિવેદનને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
મિકા સિંહે પોતાના ટવિટર હેન્ડલ પર એક વૃદ્ધ મહિલાની તસવીર શેર કરતાં લખ્યું, ‘મારા મનમાં કંગના રનૌત પ્રત્યે અત્યંત માન હતું, તેની ઓફિસમાં બ્રેકઆઉટ વખતે મેં તેનું સમર્થન પણ કર્યું હતું. હવે મને લાગે છે કે હું ખોટો હતો, કંગના રનૌત એક સ્ત્રી હોવાને કારણે તમારે એક વૃદ્ધ મહિલાને થોડું માન આપવું જોઈએ. જો તમારી પાસે સભ્યતા હોય તો માફી માગો. તમને શરમ આવી જોઈએ.’
I used to have immense respect for @KanganaTeam, I even tweeted in support when her office was demolished. I now think I was wrong, Kangana being a woman you should show the old lady some respect. If you have any ettiquete then apologise. Shame on you.. pic.twitter.com/FqKzE4mLjp
— King Mika Singh (@MikaSingh) December 3, 2020
કંગના રનૌતે ટવિટમાં દાવો કર્યો હતો કે તે દાદી ખેડૂતોના અંદોલનમાં શામેલ થઇ અને બાદમાં તેણે કહ્યું હતું કે તે 100 રૂપિયા માટે ગમે ત્યાં આવ-જા કરી શકે છે. દિલજીત દોસાંજે પણ કંગના રનૌત પર નિશાન સાધ્યું હતું. દિલજીત દોસાંઝે મહિંદર કૌર નામની દાદીનો વીડિયો શેર કરતાં પૂરી હકીકત જણાવી હતી.
ત્યારબાદ કંગના રનૌતે દિલજીત દોસાંઝને કરણ જોહરનો પાલતુ કહ્યો હતો. કંગના રનૌતે દિલજીત દોસાંઝ પર ચમચાગીરીનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ અભિનેતાએ પલટવાર કર્યો અને મુદ્દો ગરમાયો હતો.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….