GSTV
Home » News » મિહિરનું હૃદય સુરતથી નીકળીને 177 મિનિટમાં દિલ્હીના યુવકમાં ધબક્યું

મિહિરનું હૃદય સુરતથી નીકળીને 177 મિનિટમાં દિલ્હીના યુવકમાં ધબક્યું

સુરતમાં વધુ એક વખત માનવતા મહેકી છે. સુરતના 18 વર્ષીય બ્રેનડેડ યુવકનું હ્રદય દિલ્હીના 32 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતથી દિલ્હી વચ્ચેનું 1158 કિલોમીટરનું અંતર માત્ર 177 મિનીટમાં પસાર કરીને દિલ્હીના યુવકનો જીવ બચાવાયો છે. ગ્રીનકોરીડોર મારફતે સુરતની ખાનગી હોસ્પિટલમાંથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું.

સુરતમાં બ્રેનડેડ મહિર પટેલના પરિવારની સંમતિ બાદ આ નિર્ણય લેવાયો છે. બ્રેનડેડ મિહિર પટેલનું હ્રદય યુપીના યુવકમાં ધબકતુ કરાયું છે. સ્પાઈસજેટના વિશેષ વિમાન દ્વારા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પહોચાડાયુ હતું. આ માટે દિલ્હી અને સુરતના સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. સુરતથી હાર્ટ ડોનેટ કરવાનો આ 19મો કિસ્સો છે.

Related posts

અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી કર્યોપ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

206 વર્ષથી ચાલે છે આ લડાઈ, હવે 23 દિવસ બાદ નવો ઇતિહાસ રચાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!