GSTV
Home » News » મોરબીમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, NDRFના જવાનોને ખડેપગે રહેવા આદેશ

મોરબીમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, NDRFના જવાનોને ખડેપગે રહેવા આદેશ

વાયુ વાવાઝોડા પૂર્વે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વાયુ વાવાઝોડાની અસર નવલખી બંદર પર થવાને પગલે મોરબી જિલ્લામાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના 28 જવાનોને ખડેપગે રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જામનગરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

વાવાઝોડાના આગમન વચ્ચે જામનગરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ગઇકાલથી જ વાતાવરણ પલટાયું હતું અને આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. સિઝનના પ્રથમ વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નવસારીનો દરિયો તોફાની બન્યો

વાયુ વાવાઝોડુ જેમજેમ ગુજરાત બાજુ ફંટાઇ રહ્યુ છે તેમતેમ પવનોનુ જોર વધી રહ્યુ છે. નવસારીનો દરિયો ધીમેધીમે તોફાની બની રહ્યો છે. દરિયાના મોજા ભયાનક રીતે ઉછળવાની શરૂઆત થઇ ગઇ છે. ઉલ્લેખનિય છે કે નવસારીમાં નિચાણવાળા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે.

Read Also

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

ગાંધીનગરમાં મળી કરણી સેનાની બેઠક, પદ્માવત ફિલ્મ વખતે થયેલા કેસ અંગે લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

અમદાવાદને પ્રતિબંધીત પ્લાસ્ટીક મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!