GSTV

કચ્છથી 1 હજાર પશુઓ સાથે માલધારીઓની હિજરત, સરકાર કાર્યક્રમમાં વ્યસ્ત

Last Updated on October 26, 2018 by Arohi

આ વર્ષે વરસાદના અભાવે પાણી સહિતના મુદ્દે કપરી સ્થિતિનો સામનો કરતા કચ્છને સરકારે અછતગ્રસ્ત તો જાહેર કર્યુ છે. પરંતુ સહાય આપવામાં તંત્ર ઠાગા ઠૈયા કરી રહ્યુ છે. ત્યારે મોટી સંખ્યામાં કચ્છી પશુપાલકો હિજરત કરી રહ્યા છે અને આવા જ પોતાના ઢોર સાથે હિજરત કરેલા કચ્છના માલધારીઓએ સાણંદના ઈયાવા ગામે ધામા નાખ્યા છે. ત્યારે જીએસટીવીની ટીમ આ માલધારીઓની વ્યથા સાંભળવા પહોંચી છે. અમદાવાદના સાણંદના ઈયાવા ગામે હજારો પશુઓ સાથે માલધારીઓ સપરિવાર પહોંચ્યા છે. તેઓ માટે આ મુંગા પાલતુ પશુ જ તેમનુ ધન છે અને તેઓ જ પરિવારના સભ્યો સમાન છે. કચ્છમાં પાણી, ઘાસ સહિતની અછત છે. ત્યારે મુંગા પશુઓને બચાવવા પશુપાલકોએ હિજરત કરવી પડી છે અને હિજરત કરતા કરતા તેઓ અમદાવાદના પાદર એવા સાણંદ ઈટાવાની પડતર જમીનમાં આશ્રય લઈ રહ્યા છે.

કચ્છથી માલધારીઓ હિજરત કરીને સાણંદ તેમજ આસપાસના ગામોમાં પહોંચ્યા છે. ત્યારે આ હિજરતની નોંધ ખુદ કલેકટરે લીધી છે. કલેક્ટરે આ મામલે પ્રાંત અધિકારીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. કેટલા પશુપાલકો અને કેટલા પશુઓ આવ્યા તેની વિગત આપવાના આદેશ આપવામાં આવ્યા છે. કચ્છમાં ઘાસચારાના અભાવે દસ પશુઓનાં મોત થયા છે. જે બાદ પશુપાલકોએ એક હજાર જેટલા પશુઓ સાથે કચ્છ છોડવું પડ્યું છે. હિજરત કરેલા પશુપાલકોએ અમદાવાદ કલેક્ટરને સહાય માટે રજૂઆત કરી છે. પશુપાલકોએ પશુઓ માટે ઘાસચારો આપવા રજૂઆત કરી છે.

  • સાણંદઃ ઈયાવા ગામે કચ્છથી હિજરત કરેલા માલધારીઓના ધામા
  • હજારો પશુધન સાથે ઈયાવાના પાદરે પહોંચ્યા કચ્છી પશુપાલકો
  • કચ્છમાં પાણી, ઘાસચારાના અભાવે માલધારીઓની હિજરત
  • એક હજાર પશુઓ સાથે હિજરત કરી સાણંદ પહોંચ્યા માલધારીઓ
  • કચ્છી માલધારીઓની વ્યથા સાંભળવા પહોંચી જીએસટીવીની ટીમ
  • કચ્છથી હિજરતીઓ ઉચાળા ભરતા પહોંચ્યા સાણંદ
  • પશુધન સાથે માલધારીઓની હિજરતની કલેક્ટરે આપ્પા આદેશ
  • કલેક્ચરે પ્રાંત અધિકારી પાસે માંગ્યો રિપોર્ટ

Related posts

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!