GSTV

15 દિવસમાં પ્રવાસી મજૂરોને વતન પહોંચાડો, સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોને આપ્યો આદેશ

Last Updated on June 6, 2020 by Mansi Patel

કોરોના મહામારી વચ્ચે શ્રમિક મજૂરોને મોટી મુશ્કેલી પડી છે. આંતરરાજ્ય પ્રવાસ બંધ હોવા સાથે ઉદ્યોગ ધંધામાં રોજગાર ન મળવાને કારણે મજૂરો વતન પર જઈ રહ્યા હતા. જેઓનો મુશ્કેલી પડતાં સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સુનવણી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં આજે પરપ્રાંતિય મજૂરોના મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે શું કરવા માગીએ છીએ તે તમને કહીશું. અમે બધા સ્થળાંતરીત પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસ આપી રહ્યા છીએ. બધા રાજ્યોએ જાણકારી આપવાની રહેશે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત પૂરી પાડશે. સ્થળાંતર કરનારાઓએ નોંધણી રાખવી જોઈએ. આ અરજી પર સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. રોડ રસ્તા મારફતે 41 લાખ અને 57 લાખને ટ્રેન દ્વારા ઘરે પહોંચાડવામાં આવ્યા છે. બેંચ સમક્ષ ડેટા મૂકતાં તુષાર મહેતાએ કહ્યું કે મોટાભાગની ટ્રેનો યુપી અથવા બિહાર માટે દોડાવવામાં આવી છે.

બુકિંગ

રાજ્ય સરકારની વિનંતી પર 24 કલાકમાં ટ્રેન ઉપલબ્ધ કરાવીશું

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 4,270 શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી છે. અમે રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છીએ. ફક્ત રાજ્ય સરકારો જ અદાલતને જણાવી શકે છે કે હજુ કેટલા પ્રવાસીઓને ઘરે પહોંચાડવાના બાકી છે અને કેટલી ટ્રેનોની જરૂર પડશે. રાજ્યોએ એક ચાર્ટ બનાવ્યો છે, કારણ કે તેઓ આ કરવા માટે સારી સ્થિતિમાં છે. લીસ્ટ જોયા પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા ચાર્ટ મુજબ મહારાષ્ટ્રએ માત્ર એક જ ટ્રેન માંગી છે. મહારાષ્ટ્રથી પહેલા જ 802 ટ્રેનો ચલવાઈ છે. હવે ફક્ત એક જ ટ્રેનની વિનંતી છે. ત્યારે ખંડપીઠે પૂછ્યું કે શું આપણે તેનો અર્થ એવો નિકાળવાનો કે હવે કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર નહીં જાય? સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ રાજ્ય કોઈ પણ સંખ્યામાં ટ્રેનો માટે વિનંતી કરે છે તો કેન્દ્ર સરકાર 24 કલાકની અંદર મદદ કરશે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમામ રાજ્યોને તેમની માંગ રેલ્વેને સોંપવા માટે કહીશું. આપના અનુસાર મહારાષ્ટ્ર અને બિહારમાં વધુ ટ્રેનોની જરૂર નથી?

રજીસ્ટ્રેશન સિસ્ટમ કામ કરી રહી નથી જે મોટી સમસ્યા

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 15 દિવસનો સમય આપીએ છીએ. જેથી રાજ્યો પ્રવાસી મજૂરોના પરિવહનની કામ કરવાનો સમય મળે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ સલાહકાર કોલિન ગોંસાલ્વેઝે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન સિસ્ટમ કામ કરી રહી નથી. જે એક મોટી સમસ્યા છે. કોર્ટે કહ્યું કે સિસ્ટમની કામગીરીમાં કોઈ સમસ્યા છે?તેનો ઉપાય શું છે? કોલિન ગોંસાલ્વેઝે કહ્યું કે તમારી પાસે પોલીસ સ્ટેશન અથવા અન્ય સ્થળો છે જ્યાં મુસાફરો જઈ શકે અને અને નોંધણી ફોર્મ ભરી શકે છે. બીજી તરફ એડવોકેટ ઈન્દિરા જયસિંગે કહ્યું કે સમસ્યા એ છે કે પ્રવાસી મજૂરો અન્ય યાત્રીઓની જેમ માનવામાં આવે છે. જે ટ્રેનમાં પ્રવાસ કરવા માંગે છે. ગુજરાત સરકાર વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસની જરૂર નથી. 22 લાખમાંથી 2.5 લાખ બાકી છે. 20.5 લાખ શ્રમિકોને વતન પરત મોકલાયા છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે 11 લાખથી વધુ પરપ્રાંતિયો પરત ફર્યા છે. હવે 38,000 બાકી છે.

READ ALSO

Related posts

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratik shah

મોદીએ ગુજરાતને ઠેંગો બતાવ્યો: ગુજરાત કરતાં મહારાષ્ટ્ર-રાજસ્થાન પર કેન્દ્ર સરકાર ફિદા, ગુજરાતને માત્ર 72 કરોડ ફાળવ્યા

Pravin Makwana

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!