GSTV

75 હજાર શ્રમિકોનું રજીસ્ટ્રેશન: કોઈએ રેલવે સ્ટેશન પર આવવુ નહીં, જેનો નંબર આવશે તેને ફોન કરી બોલાવીશું

Last Updated on May 4, 2020 by Pravin Makwana

અમદાવાદમાંથી પરપ્રાંત જવા માટે અત્યાર સુધીમાં ૭૫ હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સંકલન કરીને અમદાવાદથી રોજ ટ્રેનો ઉપાડીને પરપ્રાંતિઓને તેમના વતન મોકલવામાં આવશે. કલેક્ટર કે મામલતદાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા લોકોને ફોન-એસએમએસ દ્વારા જાણ કરીને તેમની ટ્રેન કઈ તારીખે ઉપડશે તે જણાવાશે. સમગ્ર આયોજન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાશે.

ઘરે જવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે

આ અંગે જિલ્લા કલેક્ટર કે.કે. નિરાલાના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે જે પરપ્રાંતિય મજૂરો, પ્રવાસીઓ, ધાર્મિક યાત્રાળુઓ ફસાયેલા છે. તેઓએ નજીકની મામલતદાર કચેરીએ જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

જ્યાં તેઓએ તેમનું નામ, મોબાઈલ નંબર, ક્યા રાજ્યમાં કયા જિલ્લામાં જવાનું છે, તેની વિગતો આપવાની રહેશે. ત્યાર બાદ તેઓને મામલતદાર દ્વારા ફોન કરીને ટ્રેન ક્યારે કઈ તારીખે ઉપડશે તેની જાણ કરવામાં આવશે. આ માટે તેઓને એક નિચ્છિત જગ્યાએ બોલાવાશે અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને બસો દ્વારા જ તેઓને સાબરમતી રેલવે સ્ટેશને લઈ જવાશે. જ્યાંથી તેઓને ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે બેસાડીને વતન મોકલી અપાશે.

કોઈએ સીધા રેલ્વે સ્ટેશન પર આવવુ નહીં

અમદાવાદમાં અત્યાર સુધીમાં ૭૫ હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને આંકડો વધતો જાય છે. આથી અમદાવાદથી રોજ ટ્રેનો દોડાવીને લોકોને તેમના વતન મોકલી અપાશે. કલેક્ટરે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, કોઈએ સીધા રેલવે સ્ટેશન આવવું નહીં. જેમનો નંબર આવશે તેઓને ફોન કરીને બોલાવાશે. અને તે લોકોને જ સ્ટેશને લઈ જવાશે.

અમદાવાદથી ગઇકાલે શનિવારે બે ટ્રેનો આગ્રા માટે રવાના કરાઈ હતી. જેમાં ૨,૪૦૦ લોકોને મોકલી અપાયા હતા. આજે રવિવારે બે ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં એક ટ્રેન બિહારના મુઝફ્ફરપુર અને બીજી ટ્રેન ઉત્તરપ્રદેશના જોનપુર ખાતે રવાના કરાઈ હતી. જેમાં પણ ૨,૪૦૦ મુસાફરોને લઈ જવાયા હતા.

સ્ટેશન પર મળશે નહીં ટિકિટ

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં રાજ્ય સરકાર દ્વારા રજિસ્ટ્રર થયેલા લોકોને જ લઈ જવામાં આવી રહ્યા છે. સમગ્ર આયોજન રાજ્ય સરકારનું છે. તે સિવાયના કોઇ વ્યક્તિ કે સમુહે રેલવે સ્ટેશન પર આવવું નહીં. કોઇપણ સ્ટેશન પર ટિકિટ વેચવામાં આવતી નથી. ટ્રેન સેવા સંપૂર્ણ બંધ જ છે. ફક્ત રાજ્ય સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફતે રજિસ્ટ્રર થયેલા પરપ્રાંતિઓને વતન પહોંચાડાઈ રહ્યા છે.

1,200 મુસાફરોએ નવ કલાક રાહ જોયા બાદ ટ્રેન આવી !

શનિવારે અમદાવાદથી આગ્રા માટે બીજી ટ્રેન રાત્રે ૨.૫૦ કલાકે ઉપડી હતી. ૧,૨૦૦ મુસાફરોએ સાબરમતી રેલવે સ્ટેશન પર સતત ૯કલાક સુધી બસોમાં બેસી રહેવાની પરજ પડી હતી. જ્યાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો દયનિય સ્થિતિમાં મુકાઇ ગયા હતા. એક ટ્રેન ૫ઃ૪૦ કલાકે ઉપડયા બાદ બીજી ટ્રેન માટે આશરે ૪૦ બસોમાં મુસાફરો ભરીને સાબરમતી રેલવે સ્ટેશને લવાયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ આ બીજી ટ્રેન રાત્રે ૨.૫૦ કલાકે ઉપડી હતી. આમ ૯ કલાક સુધી બસોમાં મુસાફરોએ બેસી રહેવાની ફરજ પડી હતી. જ્યાં તેઓને ખાવા પીવાની સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળે છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!