GSTV

નીતિશ કુમારે ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલને ના અાપ્યો મળવાનો ટાઈમ, થયો મોટો ખુલાસો

Last Updated on October 16, 2018 by Karan

ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન અાપનાર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સૌરભ પટેલને મળવાનો ટાઈમ અાપ્યો નથી. બિહારના પ્રોટોકોલ વિભાગે મુખ્યમંત્રી વ્યસ્ત હોવાનું જણાવ્યું  છે. ખરી હકિકત અે છે કે, નીતિશ કુમાર બિહારીઅો પર હુમલાને પગલે ગુજરાત સરકારથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી. હવે નીતિશ કુમારના કાર્યાલયથી અા દિવસે મળવાની ના પાડી દેવાઈ છે. જેને પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આમંત્રણ આપવા ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે સૌરભ ભાઈ પટેલ 22 ઓક્ટોબર બાદ બિહાર જશે.

10 હજાર જેટલાં ગામોમાં ભ્રમણ કરશે

બિહારને બદલે હવે સૌરભ પટેલ 15-16 ઓક્ટોબર દરમિયાન કર્ણાટકના પ્રવાસે છે અને ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે ત્યાં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી તેમને પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાત વતી નિમંત્રણ પાઠવ્યું છે.  આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કમલમ્ ખાતે સોમવારે પ્રદેશ ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં સરકાર અને સંગઠન દ્વારા એકતા યાત્રા યોજવાનું આયોજન કરાયું હતું. આ મુદ્દે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, તા. 20થી 29 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 4 ઝોનમાં એકતા યાત્રા યોજવામાં આવશે. જેમાં સરકાર અને સંગઠનના આગેવાનો જોડાશે અને 10 હજાર જેટલાં ગામોમાં ભ્રમણ કરશે.

નીતિશ કુમારે  પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો

ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી. આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 22મી પછી મુલાકાત થઈ શકે છે.

Related posts

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે નવા સુકાનીની શોધ, જાણો કયા કારણથી હિતેશ વોરાએ આપ્યું રાજીનામું

Dhruv Brahmbhatt

ગુજરાત યુનિ.ની પ્રવેશ પ્રક્રિયાને લઇ મહત્વના સમાચાર, 20 હજારથી વધુ બેઠકો ખાલી રહેતા કોમર્સ ફેકલ્ટીને લઇ મોટો નિર્ણય

Dhruv Brahmbhatt

કુદરતનો કહેર / કેરલમાં ભૂસ્ખલનથી 26નાં મોત, દિલ્હી-NCRથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદને લઇ રેડ એલર્ટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!