GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પીએમ કેયર્સ ફંડને લઈ કોંગ્રેસના આ નેતાએ મોદી પર સાધ્યુ નિશાન, શ્રમિકોને કેટલી આપી સહાય ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દે નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ મોદીને સવાલ કર્યો કે, શું તેઓ જણાવશે કે પીએમ કેર્સ ફંડમાંથી શ્રમિકોને કેટલા નાણા આપવામાં આવ્યા છે. વડાપ્રધાને આ સવાલનો જવાબ આપવો જોઇએ. આ સમયગાળા દરમિયાન ઘણા લોકોના મોત થયા છે.

કેટલાક ટ્રેનની નીચે આવીને મોતને ભેટ્યા

કેટલાક પગપાળા જતા સમયે મોતને ભેટ્યા, તો કેટલાક ટ્રેનની નીચે આવીને મોતને ભેટ્યા છે. અમુક લોકોના તો ભૂખના કારણે મોત થયા છે, પરંતુ સરકાર તમામ લોકોને પૂરતી સહાય પહોંચાડી શકી નહી.

રાજકિય હંગામો પણ થયો

રોટલીની શોધમાં શહેરો તરફ જનાર મજૂરોની સામે જ્યારે રોજગારીનુ સંકટ આવ્યુ તો, મોટી સંખ્યામાં શ્રમિકો રેલવેના પાટા અને રસ્તાઓ મારફતે પગપાળા જ પોતાના ઘરે જવા નીકળી પડ્યા. બાદમાં સરકારે શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનુ શરૂ કર્યુ હતુ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી 1 હજાર બસો ચલાવવાની મંજૂરી માગી હતી. જેને લઈને રાજકિય હંગામો પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રવાસી મજૂરોના મુદ્દા પર કોંગ્રેસ શરૂઆતથી જ સરકારની વિરુદ્ધ આક્રમક રહી છે.

READ ALSO

Related posts

લગ્ન પહેલાં દરેક છોકરી પોતાના પાર્ટનર સાથે કરવા માંગે છે આ કામ

Mansi Patel

લગ્ન પહેલાં ‘ભૂલ’ કરી ચૂકેલી છોકરીને ફરીથી “કુંવારી” બનાવવાનો દાવો કરતી સર્જરી

Mansi Patel

અહીં છે ઈશ્કિયા ગણેશ મંદિર, અહીં પ્રેમી પંખીડાની મનોકામના થાય છે પુરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!