GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પરપ્રાંતીય મજૂરોનો ડેટાબેઝ, વર્ષમાં એક વાર ઘરે જવાનું ભાડું, પેન્શન અને હેલ્થ બેનિફિટ… સરકાર નવો કાયદો બનાવશે

ગુજરાત

કોરોનાવાયરસના સમયગાળામાં પરપ્રાંતીય મજૂરોના સંકટને જોઈને સરકાર મોડીમોડી જાગી છે અને હવે 41 વર્ષ પછી પરપ્રાંતીયો મજૂરોની સુખસુવિધાઓ માટે નવો કાયદો લાવવા એવી શક્યતા છે. લારી, ખૂમચાથી લઈને ઘરકામ કરતા નોકરો સહિત કારખાનામાં કામ કરતાં મજૂરોને સામાજિક સુરક્ષા અને હેલ્થ બેનિફિટ આપવા આ જ વર્ષે નવો કાયદો બનાવીને એને લાગુ કરવા સરકાર તૈયારી કરી રહી છે.

સૌથી વધુ માઠી અસર પરપ્રાંતીય કામદારો કે મજૂરોએ ભોગવી

કોરોનાવાયરસના સમયગાળામાં સૌથી વધુ માઠી અસર પરપ્રાંતીય કામદારો કે મજૂરોએ ભોગવી છે. એમાંથી બોધપાઠ લઈને સરકાર 41 વર્ષ પછી ‘પ્રવાસી મજૂર’ સાથે સંબંધિત પરિભાષાને નવેસરથી વિકસાવવાની તૈયારી કરી રહી છે. સરકાર હવે એમનું રજિસ્ટર બનાવવાની યોજના ધરાવે છે, જેથી એમને સામાજિક સુરક્ષા સાથે સંબંધિત યોજનાઓ અંતર્ગત લાવી શકાય. રજિસ્ટ્રેશન પછી આ મજૂરોને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અંતર્ગત હેલ્થ બેનિફિટ પણ મળી શકશે. કેન્દ્રીય શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં મંત્રીમંડળને આ વિશે વિસ્તૃત દરખાસ્ત મોકલશે. કેન્દ્ર સરકાર ચાલુ વર્ષના અંત સુધીમાં આ કાયદાને લાગુ કરવા ઇચ્છે છે.

પરપ્રાંતીયોના સંકટમાં ખામીઓ જાહેર થઈ

હાલના પરપ્રાંતીય સંકટે સિસ્ટમની ખામીઓને જાહેર કરી છે. પરપ્રાંતીય મજૂરોનો કોઈ એકીકૃત રેકોર્ડ નથી. આંતર-રાજ્ય પ્રવાસી કામદાર ધારો, 1979 પણ એવી સંસ્થાઓ કે કોન્ટ્રાક્ટરોને લાગુ થાય છે, જ્યાં 5 કે વધારે પરપ્રાંતીય મજૂરો કામ કરતા હોય. એનો અર્થ એ છે કે, એક મોટો વર્ગ આ કાયદાના અધિકારક્ષેત્ર હેઠળ  આવતો નથી.

મજૂરો

મજૂરોને વર્ષમાં એક વાર ઘરે જવાનું ભાડું મળશે

પ્રસ્તાવિત કાયદો દરેક પરપ્રાંતીય મજૂરને લાગુ પડશે, જે એક નિશ્ચિત રકમ સુધી કમાણી કરે છે. એમાં ડોમેસ્ટિક હેલ્પ પણ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું કે, આ સૂચિત કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવશે, જેથી પરપ્રાંતીય મજૂરોને દેશમાં કોઈ પણ જગ્યાએ સરકારે નક્કી કરેલા બેનિફિટ મળશે એટલે કે પોર્ટેબિલિટી બેનિફિટનો લાભ મળશે. સૌથી મોટી વાત એ છે કે, પરપ્રાંતીય મજૂરોને વર્ષમાં એક વાર ઘરે જવા માટે ભાડું મળશે.

અનૌપચારિક ક્ષેત્રના મજૂરોનો ડેટાબેઝ ઊભો થશે

સૂચિત યોજનાની એક મુખ્ય જોગવાઈ અનૌપચારિક ક્ષેત્રના વર્કરોનો ડેટાબેઝ બનાવવાની છે. આ પ્રકારનાં કામદારોને એક ખાસ પ્રકારનો અનઓર્ગેનાઇઝ વર્કર આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ વિશે વર્ષ 2008માં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પણ પછી વાત આગળ વધી નહોતી. સરકાર પરપ્રાંતીય મજૂરોને પેન્શન અને હેલ્થકેર જેવા સામાજિક સુરક્ષાના લાભ આપવાની તૈયારી પણ કરી રહી છે.

Read Also

Related posts

જામનગરમાં બિલ્ડર પર ત્રણ શખ્સો કર્યું ફાયરિંગ, આ ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

Pravin Makwana

વીમાકવર ધારકો માટે રાહતના સમાચાર, રેગ્યુલર હેલ્થ પોલિસીથી પણ હવે કોરોનાની સારવાર થશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!