GSTV

પ્રવાસી મજુરોએ રેલવે સ્ટેશન પર લૂંટી પાણીની બોટલ, શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી જઈ રહ્યા હતા બિહાર

Last Updated on May 23, 2020 by Mansi Patel

દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો ટ્રેન મારફત પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.  ત્યારે આ કાળઝાળ ગરમીમાં રેલવે દ્વારા પીવાના પાણીની બોટલ ઉપલબ્ધ કરાવાઇ રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશના ચન્દૌલીના પીડીડીયૂ જંકશન એટલે કે મુગલસરાય ખાતે ટ્રેન પહોંચી ત્યારે શ્રમિકોએ સ્ટેશન પર રહેલી પાણીની બોટલ માટે લૂટપાટ શરૂ કરી દીધી. રેલવે તંત્ર દ્વારા પ્રતિ શ્રમિક એક પાણીની બોટલ અને ખાવાના પેકેટની વ્યવસ્થા કરી છે. પરંતુ શ્રમિકોએ ટ્રેન ઉભી રહેવાની સાથે પાણીની બોટલની લૂંટ ચલાવી. જેના હાથમાં જેટલી બોટલ આવી તે લઇને નાસી ગયા.

કર્મચારીઓએ ચુપકિદી સાધી

સીએસટીથી બેતિયા જઇ રહી આ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મુગલસરાય સ્ટેશન પર ઉભી રહી હતી. ટ્રેન ઉભી રહી ત્યારે તેની સામે જ પાણીની બોટલો પડી હતી. શ્રમિકો ટ્રેનમાંથી ઉતરીને પાણીની બોટલ લઇને નાસવા લાગ્યા.. રેલવે વિભાગના કર્મચારી અને સુરક્ષાકર્મીઓ કંઇ પણ સમજે તે પહેલા તો પાણીની બોટલ માટે દોડધામ મચી ગઇ. પ્રવાસીઓ દ્વારા હંગામો કરવાના ડરથી દરેક કર્મચારીઓએ ચુપકિદી સાધી લીધી. સીનિયર ડીસીએમ રૂપેશ કુમારે જણાવ્યું કે ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરવા છતાં પણ શ્રમિકો મનમાની કરી રહ્યા છે.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!