GSTV

VIDEO:દુલ્હનના વેશમાં સજીધજી તૈયારી થયેલી યુવતીએ જ્યારે નજરોની સામે જ મોત જોયું, બોંબ ધમાકાએ સપના રોળી નાખ્યા

લાંબા સફેદ ગાઉન અને ઘૂંઘટમાં 29 વર્ષિય લેબનાની દુલ્હન ઈસરા સેબલાની પોતાની લગ્નના વીડિયોને લઈ હસતી અને પોઝ આપતી દેખાઈ છે. જ્યારે કે, દુનિયામાં અને ખાસ કરીને તે જ્યાં છે, તેવી જગ્યાએ એવી ઘટના બની છે, જેને દુનિયાને પણ સ્વિકારવું અઘરૂ બની જાય છે. વાત અહીં છે મંગળવારના રોજ લેબનાની રાજધાની બેરૂતમાં બનેલા બોમ્બ કાંડની છે. આ દરમિયાન આ દુલ્હન પોતાના લગ્ન માટે વીડિયો શૂટ કરાવી રહી હતી. એટલામાં જ એક તોફાન આવ્યુ અને બધુ તહેશનહેશ કરી નાખ્યું. આ દ્રશ્ય જોઈ સૌ કોઈ ચોંકી જશે. ઈશરાને પણ કંઈ સમજમાં આવ્યુ નહીં. પણ રાજધાનીની હચમચાવી નાખતી આ ઘટનામાં 135 લોકો માર્યા ગયા છે, અને 5000થી વધારે લોકો ઘાયલ થયા છે. જેની સંખ્યા હજૂ પણ વધી શકે છે.

લગ્ન માટે ગયેલી યુવતીએ મોતનું તાંડવ જોયું, સપના રહી ગયા અધુરા

ઈસરા સંયુક્ત રાજ્યમાં ડોક્ટર છે. એક દિવસ બાદ તે અને તેનો પતિ અહમદ સુબેહ ધમાકાને લઈ કંઈ પણ સમજી શક્યા નહોતા. મંગળવારનો દિવસ તે બંને ભૂલવા માગે છે. તે જણાવે છે કે, બે અઠવાડીયામાં હું લગ્નની તૈયારીમાં લાગેલી હતી, તમામ છોકરીની માફક હું પણ ખુશ હતી. મારા માતા-પિતા મને સફેદ કપડામાં જોઈ ખુશ હતા. હું એક રાજકુમારી માફક દેખાતી હતી. પણ વિસ્ફોટ જે થયો તે, જોતા મારી પાસે કોઈ શબ્દો નથી. હું ચોંકી ગઈ હતી. હું વિચારી રહી હતી કે, આ બધુ શું થઈ રહ્યુ છે. શું હું મરવા જઈ રહી છું. હું કઈ રીતે મરવા જઈ રહી છું.

વિસ્ફોટના દ્રશ્યો ભૂલાવી શકતી નથી

જણાવી દઈએ કે, ઈસરા પોતાના લગ્ન માટે એક અઠવાડીયા પહેલા જ બેરૂતમાં પહોંચી ગઈ હતી. તેના પતિએ અધિકારીઓની લાપરવાહી હોવાનું પણ જણાવ્યુ હતું. બંદરો પર અસુરક્ષિત પરિસ્થિતીઓને વર્ષો સુધી વિસ્ફોટ સામગ્રીઓ ત્યાં જમા થાય છે. અમે જે હોટલમાં રોકાયા હતા, ત્યાંની હાલત અતિ ખરાબ છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!