GSTV
Home » News » બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

ઈરાકની રાજધાની બગદાદમાં રવિવાર રાતે અમેરિકી દૂતાવાસ પાસે પાંચ રોકેટ વડે હુમલો કરાયો છે. હાલમાં કોઈએ પણ આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. આ જ મહિને અમેરિકી દુતાવાસ પર આ ચોથો હુમલો છે.

3 જાન્યુઆરીએ અમેરિકાએ ઈરાનના સેનાના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો હતો

આ અગાઉ 20 જાન્યુઆરીએ બગદાદના ગ્રીન સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો હતો. અમેરિકાએ ત્રણ જાન્યુઆરીએ બગદાદના એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો કરી ઈરાનના સેનાના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યો હતો. ત્યાર બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો.

7 જાન્યુઆરીએ અમેરિકી દૂતાવાસ પર 22 મિસાઈલ વડે હુમલો થયો હતો

સુલેમાનીના મોત બાદ ઈરાનના બગદાદ સ્થિત દૂતાવાસ પર 7 અને 8 જાન્યુઆરીના રોજ હુમલો થયો હતો. ઈરાનના લીડર અલી હસન ખામેનેઈએ સુલેમાનીના મોત બાદ પશ્ચિમ એશિયામાંથી તમામ અમેરિકી સેનાના હાંકી કાઢવા જણાવ્યું હતું. ઈરાને જાહેર કર્યું હતું કે, આ હુમલામાં ઈરબિલના એક ગ્રીન જોન પર હુમલામાં અમેરિકાના 80 સૈનિકો માર્યા ગયા હતા.

અમેરિકાના કોઈ પણ સૈનિકને નુકશાન થયું નથી- ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પેને ઈરાને કરેલા આ દાવાને ફગાવી દીધો છે. તેમણે કહ્યું છે કે, આ હુમલામાં અમારા કોઈ સૈનિકને નુકશાન પહોંચ્યું નથી. તો વળી 8 જાન્યુઆરીના રોજ બે રોકેટ વડે હુમલો કરાયો હતો. ગ્રીન જોન પર થયેલો હુમલામાં ઈરાન સમર્થિત અર્ધસૈનિકના સમૂહોને આના માટે દોષિ ઠેરવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભારત માટે સૌથી ખતરનાક છે ટ્રમ્પની આ ડીલ, મોદી લાલજાજમમાં વ્યસ્ત પણ પડોશમાં અપાઈ આ લીલીઝંડી

Ankita Trada

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!