GSTV

મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર! ટૂંક સમયમાં જ મોદી સરકાર આપશે આ મોટી ભેટ

મોદી સરકાર

ટેક્સ આપનાર મિડલ ક્લાસને નરેન્દ્ર મોદી સરકાર એક મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. આ સંબંધમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વનુ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માતા છે અને સરકાર તેમના માટે એક ચાર્ટર ઓફ રાઈટ્સ લઈને આવશે.

ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ

મોદી સરકાર

નિર્મલા સીતારમણે જણાવ્યું કે દુનિયામાં અમુક જ એવા દેશ છે જ્યાં ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ છે. તેમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આ ચાર્ટર ઓફ રાઈટ્સમાં ટેક્સપેયર્સના જવાબદારી અને અધિકારોનો ઉલ્લેખ હશે. આ ટેક્સપેયર્સના હિતોનુ ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બજેટમાં ટેક્સપર્સ ચાર્ટરની ઘોષણા કરવામાં આવી હતી. તેને સાંવિધિક દરજ્જો મળવાની આશા છે અને આ નાગરિકોને આવકવેરા વિભાગ દ્વારા સમયબદ્ધ રીતે સેવા સુનિશ્ચિત કરશે.

મોદી સરકાર

નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા

સીતારામણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે. તેમણે જણાવ્યું કે, કરદાતાઓ સરકારને સામાજીક કલ્યાણની યોજનાઓ આગળ વધારવામાં મદદ કરે છે જે હકીકતમાં ગરીબોની આજીવિકા માટે મહત્વપૂર્ણ છે.

Read Also

Related posts

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!