GSTV
Home » News » આંગણવાડીના બાળકોને ભરપેટ મધ્યાહ્ન ભોજન માટે સરકાર આપે છે 6થી 9 રૂપિયા !

આંગણવાડીના બાળકોને ભરપેટ મધ્યાહ્ન ભોજન માટે સરકાર આપે છે 6થી 9 રૂપિયા !

રાજ્યની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગની હોવાનો દાવો અનેક વખત કરતી હોય છે. પરંતુ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો સાથે જાણે કે સરકાર મજાક કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સરકાર આંગણવાડીના બાળકોને પોષણક્ષમ આહાર આપતી હોવાનું જણાવે છે. પરંતુ તેના માટે જે ભાવ સરકારે જાહેર કર્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો.

રાજ્ય સરકારે રજૂ કરેલા આ આંકડાઓ મજાક સમાન ભલે લાગતા હોય પરંતુ આ હકીકત છે. આંગણવાડીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને સવારે અને બપોરે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. પરંતુ આ માટેના ખર્ચ અંગે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલનો જે જવાબ રાજ્ય સરકારે આપ્યો તે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશો. સરકારે જણાવ્યું હતું કે તે પ્રતિ બાળક દરરોજ 6 રૂપિયાનો ખર્ચ કરે છે. જો ખૂબ  જ ઓછા વજનવાળું બાળક હોય તો તેના માટે સરકાર 9 રૂપિયા ચૂકવે છે. કેન્દ્ર સરકારના 2012ના પરિપત્ર મુજબ આ રકમ રાજ્ય સરકાર ચૂકવતી હતી. પરંતુ આગામી સમયમાં આ ભાવ વધીને 12 રૂપિયા થઇ જશે. એટલે કે સરકાર હવે 9 ની જગ્યાએ 12 રૂપિયા ચૂકવશે. આ મામલે કોંગ્રેસે સરકારને ઘેરી હતી અને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.

કોંગ્રેસે આક્ષેપ લગાવતા જણાવ્યું કે આજના મોંઘવારીના સમયમાં સારી ચા પીવી હોય તો ૧૦ રૂપિયામાં અડધો કપ ચા પણ આવતી નથી. તો સરકાર ૬ કે ૯ રૂપિયામાં પોષણ ક્ષમ આહાર કેવી રીતે આપી શકે છે. શિક્ષણને લગતા અનેક ઉત્સવો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ બાળકો સાથે મજાક કરતી હોય એ રીતે તેમને માત્ર ૬ કે ૯ રૂપિયા જ ચુકવે છે. હાલની મોંઘવારી પ્રમાણે જો યોગ્ય પોષણ ક્ષમ આહાર સરકારને આપવો જ હોય તો દરરોજ પ્રતિ બાળક 25 થી 30 રૂપિયા ચૂકવવા જોઇએ તેવી માંગણી કોંગ્રેસે કરી છે.

 

Related posts

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

વિનેશ ફોગાટનું વર્લ્ડ ચેમ્પિયનનું સપનું તૂટ્યું, ધમાકેદાર શરૂઆત પછી પ્રી ક્વાર્ટરફાઈનલમાં મળી નિરાશા

pratik shah

પીએમ મોદીએ માતા હિરાબા સાથે જે ભોજન લીધું તેમાં હતા આ ખાસ પકવાનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!