GSTV

ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું, 1 કિલો ચોખામાં 32 બાળકોને મધ્યાહ્ન ભોજન આપતી શાળા

યુપીના મિર્જાપુર જિલ્લાના મઝવા વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળા બરૈનીમાં એક કિલો ચોખામાં 32 બાળકોને જમાડવાનો કિસ્સો સામે આવ્યો છે. સાથે જ અહીં 400 મીલી દૂધમાં તમામ બાળકોને સંતુષ્ઠ કરવાનું કૌવત તો આ શાળા પાસે જ છે. બુધવારના રોજ મિડ ડે મીલના અધિકારી રાકેશ તિવારીએ આ શાળાનું ઔપચારિક નિરીક્ષણ કર્યું હતું.

તપાસ કરતા અહીં માલૂમ પડ્યું હતું કે, 68 બાળકોની હાજરીમાં જમવા બેસેલા 32 બાળકોને એક કિલો ચોખામાંથી બનાવેલી વાનગી વહેંચી હતી. સાથે જ 400 મીલી દૂધમાં આ તમામ બાળકોને સંતુષ્ઠ કરવાની જવાબદારી આ શાળાના માથે આવી હતી.

અધિકારીએ તપાસ બાદ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ શાળાને આ અંગે નોટિસ આપવામાં આવી છે, તથા મધ્યાહન ભોજનમાં દૂધ, ફળ ઉપરાંત પૌષ્ઠિક આહાર આપવાનું કહેવાયું છે, તેમ છતાં પણ કોઈ સુધારો આવતો નથી.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!