ઓહહ…માં…સરકારી શાળાનાં મધ્યાહન ભોજનની ખીચડીમાંથી નીકળ્યો સાપ, સરકાર કમલનાથની

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગરબડીની ફરિયાદો ઘણીવાર આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં બુધવારે એક અલગ જ કેસ આવ્યો. પહેલા મીડ ડે મિલ માં ઉંદર, કોકરૉચ મળવાનાં ઘણા સમાચાર આવી ચૂક્યાં છે હવે બાળકોનાં ભોજનમાં સાપ મળી આવ્યો છે! આ ઘટનાનાં લીધે હડકંપ મચી ગયો છે.

નાંદેડ જીલ્લામાં એક સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મીડ ડે મીલના હેઠળ આપવામાં આવેલી ખીચડીમાંથી સાપ મળવાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના બુધવારે ગરનગાવ જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં બાળકોને મિડ ડે મીલ સેવા દરમિયાન સામે આવી છે. અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે ઉપરોક્ત શાળામાં પેહલાથી પાંચમા ધોરણ સુધીમાં 80થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ શાળા નાંદેડથી 50 કિમી દૂર આવેલી છે. સ્કૂલના કર્મચારીઓએ જેવી જ ખીચડી પીરસવાની શરૂઆત કરી કે મોટા પાત્રમાં સાપ જોઈને બધાને આશ્ચર્ય થયું હતું.

આ ઘટનાની પુષ્ટિ કરતી વખતે નાંદેડ જીલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ) પ્રશાંત દિગરાસ્કરે કહ્યું કે સાપની જાણ પછી ભોજન સેવાને તાત્કાલિક બંધ કરી દીધી જેનાથી મોટાભાગના બાળકો ભૂખ્યા રહ્યા હતાં. દિગરાસ્કરે ગુરુવારે કહ્યું કે “અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને તપાસનો આદેશ આપ્યો છે. ડીઈઓની એક ટુકડી તપાસ માટે આજે એ ગામે ગઈ છે અને પછીથી મળેલ અહેવાલ પછી જરુરી કાર્યવાહી કરવામાં આવશે.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter