GSTV

Windowsમાં આવ્યો છે ખતરનાક બગ : અહીં કરે છે સૌથી મોટો હુમલો, માઈક્રોસોફ્ટે વિન્ડોએ સુધારવું પડશે સોફટવેર

જો તમે Windows કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો અને તેની સાથે પ્રિંટર જોડાયેલું છે, તો વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એક સમસ્યા આવી છે જેના કારણે તમારું પ્રિન્ટર કોઈપણ સમયે હેક થઈ શકે છે. વિંડોઝના આ બગ દુનિયાને પરેશાન કરી રહ્યો છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એક ભૂલ છે જેના કારણે તમારા પ્રિન્ટરને કોઈપણ સમયે હાઇજેક કરી શકાય છે. હેકર્સ આ બગનો લાભ લઈ ખાનગી નેટવર્કમાં પ્રવેશ કરી શકે છે. વિંડોઝમાં આ બગ પ્રિંટિંગ પ્રક્રિયાને સંચાલિત પ્રિન્ટ સ્પૂલરને અસર કરે છે. આ બગનું નામ સીવીઇ -2020-1048 કહેવામાં આવી રહ્યું છે.

સેફબ્રેચ લેબ્સના સંશોધક પેલેગ હૈદર અને તોમર બારો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે “આ ભૂલને ઠીક કરવા માટે માઇક્રોસોફ્ટે આ વર્ષે મે મહિનામાં એક અપડેટ પણ બહાર પાડ્યું હતું, પરંતુ તેની પાસે હજી પણ છટકબારી છે જેના કારણે ખતરો યથાવત છે.” આ બગ અંગે માઇક્રોસોફ્ટ કહે છે કે તે ટૂંક સમયમાં જ એક અપડેટ બહાર પાડશે જેથી આ સમસ્યાને ઠીક કરી શકાય. આ અપડેટ 11 ઓગસ્ટે જાહેર થવાની સંભાવના છે.

Related posts

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

Mansi Patel

અંબાજી : ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, પાવર હવે સરકારના હાથમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!