GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld ટોપ સ્ટોરી

Microsoft co pilot 360 / આ છે દાયકાનું સૌથી શક્તિશાળી ટેકનોલોજી ટૂલ, એક જ સુવિધાને કારણે ઓફિસ અને ઓનલાઈન વર્ક થયું છે સરળ

દુનિયાની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે એક એવું ટૂલ લોન્ચ કર્યું છે, જેને આ દાયકાનું સૌથી શક્તિશાળી ઉત્પાદક ટૂલ (Microsoft co pilot 360)ગણાવાઈ રહ્યું છે. આ ટૂલ Open AIના GPT–4 આધારિત છે. આ ટૂલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં કેટલીક સેકન્ડનો સમય લે છે, જેના માટે સામાન્ય રીતે આપણને કેટલાક કલાક અથવા કેટલાક દિવસ પણ થઈ જાય છે. માઈક્રોસોફ્ટની રેકોર્ડેડ ઈવેન્ટમાં સીઈઓ સત્ય નડેલાએ કો-પાઈલોટ અંગે કહ્યું કે, લોકોનું મુશ્કેલ કામ સેકન્ડોમાં થઈ શકે તે માટે કો-પાઈલોટ ડિઝાઈન કરાયું છે.

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માણસ કી-બોર્ડ, માઉસ અને મલ્ટીટચ વિના કમ્પ્યુટિંગ અંગે વિચારી પણ નથી શકતો તે રીતે આગામી સમયમાં માણસ કો-પાઈલોટ (Microsoft co pilot 360) અને નેચરલ લેંગ્વેજ વિના કમ્પ્યુટિંગ અંગે વિચારી નહીં શકે. આગામી સમયમાં કમ્પ્યુટિંગ માટે કો-પાઈલોટ એટલું જ જરૂરી હશે જેટલું આજે કમ્પ્યુટર એક્સેસ કરવા માટે કીબોર્ડ અને માઉસ હોય છે.

માઈક્રોસોફ્ટ 360 કો-પાઈલોટ (Microsoft co pilot 360)કંપનીનું એક નવું ટૂલ-આસિસ્ટન્ટ છે, જે માઈક્રોસોફ્ટ ઓફિસ 365ના બધા જ ઉત્પાદનોમાં મળશે. એમએસ વર્ડ, એમએસ એક્સેલ, પાવરપોઈન્ટ અને આઉટલૂક સહિત માઈક્રોસોફ્ટના અન્ય ઉત્પાદનો ટીમ્સમાં કો-પાઈલોટનો સપોર્ટ અપાશે.

માઈક્રોસોફ્ટે કો-પાઈલોટના લોન્ચ સમયે કહ્યું કે, અત્યાર સુધી લોકો પાવરપોઈન્ટના માત્ર 10 ટકા ટૂલ જ યૂઝ કરે છે, પરંતુ કો-પાઈલોટ આવ્યા પછી પાવરપોઈન્ટના 100 ટકા ટૂલ્સ યુઝ કરી શકાશે. તમારે માત્ર કમાન્ડ આપવાનો છે. તમારું કામ કો-પાઈલોટ કરશે.

જેમ કે, એમએસ એક્સેલનો ઉપયોગ નાની સ્ટાર્ટઅપ્સથી લઈને દુનિયાની ટોચની કંપનીઓમાં થાય છે. કોપાઈલોટ ટૂલ (Microsoft co pilot 360)ની મદદથી એમએસ એક્સલ યુઝ કરવા માટે યુઝર્સે એક્સેલના બધા જ ટૂલ્સ અને શોર્ટકટ્સ જાણવાની જરૂર નહીં પડે. કારણ કે યુઝર્સે જે કામ કરવાનું છે તે કોપાઈલોટને ટેક્સ્ટ ફોર્મમાં જણાવાવનું રહેશે.

એમએસ એક્સેલમાં સ્વોટ એનાલિસીસ કરવાનું હોય, એક્સેલના ડેટામાંથી ચાર્ટ અથવા ગ્રાફ બનાવવાનો હોય તો તમે કો-પાઈલોટને જણાવીને તે તૈયાર કરી શકશો. કો-પાઈલોટ આ જ પ્રકારની સુવિધાઓ આઉટલૂક, વર્ડ, જેવી એપ્સમાં પણ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો માઈક્રોસોફ્ટે તેની ઓફિસ પ્રોડક્ટ્સ માટે એક આસિન્ટન્ટ તૈયાર કર્યો છે, જેનું નામ માઈક્રોસોફ્ટ 365 કોપાઈલોટ રખાયું છે.

માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા

માઈક્રોસોફ્ટે કહ્યું કે, હાલ માઈક્રોસોફ્ટ 365 કો-પાઈલોટનું ટેસ્ટિંગ 20 કસ્ટમર્સ સાથે કરાઈ રહ્યું છે, જેમાંથી 8 ફોર્ચ્યુન-50 કંપનીઓ છે. આગામી સમયમાં તેના પ્રીવ્યુ જોયા પછી તે લોકોને અપાશે. કો-પાઈલોટનો ટાર્ગેટ કસ્ટમર બેઝ ઓફિસસીમાં છે. તેથી શરૂઆતમાં કંપનીઓને તેનું એક્સેસ અપાશે, જેથી તેઓ તેના કર્મચારીઓને તેની સુવિધા આપી શકશે.

READ ALSO

Related posts

અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો

Nakulsinh Gohil

Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ

Kaushal Pancholi

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil
GSTV